Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૬૮ તાલુકા પર મેઘમહેરઃ
અમદાવાદ તા. ૧૩ઃ ગુજરાતમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૬૮ તાલુકામાં વરસાદ પડ્યો છે, જ્યારે દ. ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર તથા અન્ય જિલ્લાઓમાં હળવા-મધ્યમ વરસાદની આગાહી છે.
ગુજરાતમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૬૮ તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ વલસાડમાં ૬ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે નવસારીના ગણદેવીમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પારડીમાં ૪.પ ઈંચ, વાપીમાં ૪ ઈંચ, ઉમરગાંવમાં ૩ ઈંચથી વધુ, ધરમપુરમાં ૩ ઈંચ અને કપરાડામાં ર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ચીખલી અને જલાલપોરમાં ૪-૪ ઈંચથી વધુ અને વાંસદામાં દોઢ ઈંચ કરતા વધુ પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે (૧૩ મી જુલાઈ) ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા અને વડોદરામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભારે વરસાદની આગાહીને પગલે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના અધિકૃષ આગમનને આગામી ૧૪ મી જુલાઈના એક મહિનો પૂરો થશે. એક મહિનો પૂરો થવા છતાં ગુજરાતમાં મેઘરાજા હજુ જોઈએ એવા મન મૂકીને વરસ્યા નથી. હજુ સુધી ૯.૧પ ઈંચ સાથે સિઝનનો ર૬.૩ર ટકા વરસાદ વરસ્યો છે. જેની સરખામણીએ ગત્ વર્ષે ૧ર મી જુલાઈ સુધી ર૧.૩૪ ઈંચ સાથે સિઝનનો ૪૮ ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. હાલ રાજ્યના ૧૮ જિલ્લા એવા છે જ્યાં વરસાદની ર૦ ટકાથી પણ વધુ ઘટ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial