Advertisement
Author: નોબત સમાચાર

આયુર્વેદિક પીણામાંથી આલ્કોહોલ મળતા બે વેપારી સામે નોંધાયા ગુન્હા

પોલીસે જપ્ત કરી હતી ૨૨૨ બોટલઃ

જામનગર તા. ૧૩ઃ જામનગરના રણમલ તળાવની પાળે આવેલી પાનની એક દુકાનમાંથી એક વર્ષ પહેલાં પોલીસે કહેવાતા આયુર્વેદિક પીણાની ૬૨ બોટલ અને દિગ્વિજય પ્લોટમાં આવેલા એક ગોડાઉનમાંથી ૧૬૦ બોટલ કબજે કરી હતી. તે બોટલને એફએસએલમાં મોકલાયા પછી તેના રિપોર્ટમાં ઈથાઈલ આલ્કોહોલ હોવાનું ખૂલતા બંને સામે પોલીસે નશાબંધી અધિનિયમ હેઠળ ગુન્હા નોંધ્યા છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નં.૩૪માં આવેલા ઓમકાર સેલ્સ નામના ગોડાઉનમાં ગઈ તા.૨૬-૬-૨૩ના દિને પોલીસે દરોડો પાડી તલાશી લેતા તેમાંથી કહેવાતા આયુર્વેદિક પીણાની ૧૬૦ બોટલ મળી આવી હતી. પવન ચક્કી નજીક માલુભાના ચોકથી આગળ રહેતા ચંદ્રેશ રમેશભાઈ નંદા નામના આસામી સામે જે તે વખતે નોંધ કરવામાં આવી હતી. પોલીસે બોટલનો નમૂનો પૃથ્થકરણ માટે રાજકોટ એફએસએલમાં મોકલ્યો હતો.

ત્યારપછી તે બોટલમાં ઈથાઈલ આલ્કોહોલની હાજરી જણાઈ આવતા તેનો રિપોર્ટ પોલીસને સુપ્રત કરાયો હતો. તેના પગલે ગઈકાલે આ ગોડાઉનના માલિક ચંદ્રેશ રમેશભાઈ નંદા સામે નશાબંધી અધિનિયમની કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

આ જ રીતે રણમલ તળાવની પાળ પર આવેલી શ્રી રામ પાન નામની દુકાનમાં ગઈ તા.૨૪-૬-૨૩ના દિને પોલીસે દરોડો પાડી કહેવાતા આયુર્વેદિક પીણાની ૬૨ બોટલ કબજે કરી હતી. તેનો નમૂનો પણ એફએસએલમાં ગયો હતો. તેનો રિપોર્ટ ગઈકાલે આવ્યો છે જેમાં આ બોટલમાં રહેલા પ્રવાહીમાં ઈથાઈલ આલ્કોહોલની હાજરી જણાઈ આવી છે. આ દુકાનના સંચાલક જીતેન્દ્ર રતીભાઈ ગંઢા સામે પણ પોલીસે ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh