Advertisement
Author: નોબત સમાચાર

જામસખપરના શખ્સ સામે વ્યાજે પૈસા આપી છેતરપિંડી કર્યાની કરાઈ ફરિયાદ

મુદલથી નવ ગણી રકમ ચૂકવ્યા પછી પણ વ્યાજની ઉઘરાણીઃ

જામનગર તા. ૧૩ઃ જામજોધપુરના કલ્યાણપર ગામના એક ખેડૂતે વર્ષ ૨૦૦૮માં રૂ. ૧ લાખ ૪૦ હજાર વ્યાજે લઈ અત્યાર સુધીમાં રૂપિયા સવા દસ લાખ ચૂકવી આપ્યા છતાં વધુ રૂ. ૧૬ લાખની માગણી કરાતા અને જે તે વખતે પૈસા સામે કરાવી લેવાયેલા જમીનના દસ્તાવેજ પરત તે ખેફૂતને કરી નહીં અપાતા આખરે પોલીસનું શરણું લેવામાં આવ્યું છે. પોલીસે વ્યાજખોર સામે ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના કલ્યાણપર ગામમાં રહેતા ખેડૂત  વલ્લભભાઈ વરસાણીને વર્ષ ૨૦૦૮માં નાણાની જરૂરિયાત ઉભી થતાં તેઓએ શખપર ગામના ઈશાક તારમામદ સંધી પાસેથી રૂ. ૧ લાખ ૪૦ હજાર ત્રણ ટકાના વ્યાજે ઉછીના મેળવ્યા હતા. તે રકમ સામે  વલ્લભભાઈના નામની જૂના રે.સ.નં.૨૧૯ પૈકી ૧ની જમીન ગઈ તા.રપ-૩-૦૮ના દિને વેચાણ દસ્તાવેજથી ઈશાક સમાને આપી હતી.

આ વેળાએ બંને વચ્ચે સમજૂતી થઈ હતી કે, નાણા પરત ફર્યે આ જમીનનો દસ્તાવેજ કરાવી આપવાનો છે. તે દરમિયાન વલ્લભભાઈની આ જમીન પર જામજોધપુરના ધ્રાફામાં શાખા ધરાવતી એસબીઆઈમાંથી લોન મેળવાઈ હતી અને તે લોન ચાલુ હોવા છતાં વલ્લભભાઈના નામે ઉપરોક્ત જમીનનો તા.૧૪-૨-૧૧ના દિને વેચાણ દસ્તાવેજ કરાવી લેવાયો હતો અને તેનું નો-ડયૂ સર્ટિફિકેટ ઈશાકે આપ્યું ન હતું. તે પછી જમીન રેવન્યુ રેકર્ડમાં પર નહીં ચઢવા દઈ આ જમીનમાં ઈશાકે પોતાના પરિવારના સભ્યોના નામ વારસદાર તરીકે ચઢાવ્યા હતા.

આ શખ્સે રૂ. ૧ લાખ ૪૦ હજારની મૂળ રકમ સામે અત્યાર સુધીમાં રૂ. ૧૦ લાખ રપ હજાર વસૂલી લીધા પછી પણ વધુ રૂ. ૧૬ લાખની માગણી કરી વલ્લભભાઈના પુત્ર આશિષ તથા અન્ય વ્યક્તિ સાથે છેતરપિંડી, વિશ્વાસ કર્યાે હતો. આ બાબતની વાત કરાતા ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ઈશાકે ધમકી આપતા આખરે આશિષ વલ્લભભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૫૦૬ (ર) તેમજ નાણા ધિરધાર અધિનિયમની કલમો હેઠળ ઈશાક તારમામદ સંધી સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh