Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત રાજ્યની ૧૩ વિધાનસભા બેઠકની
નવી દિલ્હી તા. ૧૩ઃ સાત રાજ્યોની ૧૩ વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરી થઈ રહી છે. લીડ તથા વિજયની દૃષ્ટિએ બપોર સુધીમાં ઈન્ડિયા ગઠબંધનનું પલડું ભારે જણાય છે. સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
લોકસભા ચૂંટણી પછી ૧૦ મી જુલાઈના સાત રાજ્યોની ૧૩ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. આ તમામ બેઠકો પર આજે સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના પત્ની કમલેશ ઠાકુર વિજયી બન્યા છે.
જે બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ છે તેમાં પશ્ચિમ બંગાળની રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા અને મણિકતલા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગ્લોર, પંજાબની પશ્ચિમ જલંધર, હિમાચલ પ્રદેશની દહેરા, હમીરપુર અને નાલગઢ, બિહારની રૂપૌલી, તમિલનાડુની વિક્રવંદીનો સમાવેશ થાય છે અને મધ્યપ્રદેશની અમરવાડા બેઠકનો સમાવેશ થાય છે.
આ સ્થાનો પર પેટાચૂંટણીઓ વર્તમાન ધારાસભ્યોના મૃત્યુ અથવા રાજીનામાને કારણે ખાલી પડેલી જગ્યાઓને કારણે યોજાઈ રહી છે. આ પેટાચૂંટણીમાં મધ્યપ્રદેશની અમરવાડા વિધાનસભા બેઠક પર સૌથી વધુ ૭૮.૩૮ ટકા મતદાન થયું હતું. બંગાળમાં ભગડા સીટ પર ૬પ.૧પ ટકા, રાયગંજ સીટ પર ૬૭.૧ર ટકા, માનિકતલા સીટ પર પ૧.૩૯ ટકા અને રાણાઘાટ દક્ષિણ સીટ પર ૬પ.પ૭ ટકા મતદાન થયું હતું.
બિહારની એકમાત્ર સીટ રૂપૌલીમાં પ૧.૧૪ ટકા મતદાન થયું હતું. હિમાચલ પ્રદેશમાં હમીરપુર સીટ પર ૬પ.૭૮ ટકા, નાલાગઢ સીટ પર ૭પ.રર ટકા અને દેહરા સીટ પર ૬૩.૮૯ ટકા મતદાન થયું હતું. પંજાબની જલંધર વિધાનસભા સીટ પર પ૧.૩૦ ટકા મતદાન થયું છે. અહીં પેટાચૂંટણીમાં કુલ ૧પ ઉમેદવારો મેદાનમાં હતાં.
તમિલનાડુની વિકરાવંડી વિધાનસભા સીટ પર ૭૭.૭૩ ટકા મતદાન થયું હતું. ઉત્તરાખંડની બદ્રીનાથ બેઠક પર સૌથી ઓછું ૪૭.૬૮ ટકા મતદાન થયું હતું. અહીં ભાજપના રાજેન્દ્ર ભંડારી અને કોંગ્રેસના ઉમેદવાર લખપતસિંહ બુટોલા વચ્ચે સીધો મુકાબલો છે. ઉત્તરાખંડની મેંગ્લોર સીટ પર ૬૭.ર૮ ટકા મતદાન થયું હતું.
આ પેટાચૂંટણીમાં ભાજપે ટીએમસી પર ચૂંટણી પ્રક્રિયામાં અવરોધનો આરોપ પણ લગાવ્યો હતો. રાયગંજ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર માનસ કુમાર ઘોષે આરોપ લગાવ્યો હતો કે સત્તાધારી ટીએમસીએ પેટાચૂંટણી માટે મતદાન દરમિયાન મતવિસ્તારના કેટલાક બૂથ પર ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
છેલ્લા સમાચાર મુજબ પ. બંગાળની ચારેય બેઠકો પર તૃણમુલ કોંગ્રેસ અને તામિલનાડુમાં એક બેઠક પર ડીએમકેના ઉમેદવારોનો વિજય થાય, તેવી સંભાવના છે. મધ્યપ્રદેશની એક બેઠક અને ઉત્તરાખંડની એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ છે, પરંતુ રસાકસી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની એક બેઠક પર જીત થઈ છે. હિમાચલ પ્રદેશની એક બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. બિહારમાં જેડીયુના ઉમેદવારને પાછળ છોડીને અપક્ષ ઉમેદવાર આગળ વધી ગયા છે અને વીમા ભારતી ત્રીજા ક્રમે છે.
એકંદરે બપોરે સુધીના વલણો જોતા ઈન્ડિયા ગઠબંધનનું પલડું ભારે જણાય છે, જ્યારે એનડીએ અવઢવમાં જણાય છે. સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે, તેમ જણાય છે.
૧૩ બેઠકોની પેટા ચૂંટણીમાં એનડીએનો સફાયો
ઈન્ડિયા ગઠબંધનને ૧૧, એનડીએને માત્ર ૧ અને અન્યને ૧ બેઠક મળે તેવા એંધાણ
નવી દિલ્હી તા. ૧૩ઃ ઈન્ડિયા ગઠબંધનને કુલ ૧૩ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં કુલ ૧૧ બેઠકો મળવા જઈ રહી છે, અને એનડીએને માત્ર ૧ અને અન્યને માત્ર ૧ બેઠક મળે તેમ હોવાથી એનડીએને જબ્બર ઝટકો મળ્યો હોવાના અહેવાલો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial