Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરત કેસમાં ડિફોલ્ટર સભાસદને છ મહિનાની ફરમાવાઈ કેદની સજા

રૂ. ૮૯,૭૭૯ દંડ પેટે ભરવા આદેશઃ

જામનગર તા. ૧૩ઃ જામનગરની એક સોસાયટીએ રૂ. ૮૯,૭૭૯નો ચેક પરત ફરવા અંગે એક સભાસદ સામે કોર્ટમાં ફરિયાદ કર્યા પછી આરોપીને તક્સીરવાન ઠરાવી કોર્ટે છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટિવ સોસાયટીના સભાસદ વિઠ્ઠલ રાણાભાઈ દોંગાએ સોસાયટી પાસેથી લોન મેળવી તેને પરત કરવા ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા સોસાયટીએ નોટીસ આપી હતી. તેમ છતાં નાણા ભરપાઈ કરવામાં ન આવતા કોર્ટમાં નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ ૧૩૮ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી.

આ કેસમાં સમન્સ મળવા છતાં આરોપી હાજર થતો ન હતો. તે કેસ ચાલવા પર આવતા અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી વિઠ્ઠલ રાણાભાઈ દોંગાને તક્સીરવાન ઠરાવી છ મહિનાની કેદ તેમજ ચેકની રકમ રૂ. ૮૯,૭૭૯નો દંડ ફટકાર્યાે છે. સોસાયટી તરફે વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપ સિંહ જાડેજા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh