Advertisement
Author: નોબત સમાચાર

મિત્રની ફરિયાદમાં સમાધાન કરવાનું કહી એક શખ્સે મહિલા પર કર્યાે હુમલો

મહિલાની પુત્રીએ અગાઉ કરી હતી ફરિયાદઃ

જામનગર તા. ૧૩ઃ જામનગરના શંકરટેકરીમાં રહેતા એક મહિલાના પુત્રીએ બે શખ્સ સામે અગાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે કહી આ શખ્સોના મિત્રએ તે મહિલાને ગાળો ભાંડી ઈંટ ફટકારતા ફરિયાદ કરાઈ છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા રઝાનગર નજીક અલ-મદાર ચોકમાં રહેતા રાબીયાબેન શબ્બીરભાઈ જુમાણી નામના મહિલાના પુત્રી સમીમબેને અગાઉ યુસુફ મોબાઈલ તથા પપ્પુ નામના શખ્સો સામે પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે શંકરટેકરીમાં જ રહેતા નવાઝ હુસેન સુમરાએ દબાણ કર્યું હતું. તેમ છતાં રાબીયાબેન સમાધાન કરતા ન હોવાથી નવાઝ ઉશ્કેરાયો હતો. આ બાબતનો ખાર રાખી ગુરૂવારે સાંજે દિગ્વિજય પ્લોટ ૪૯માં રાબીયાબેનને રોકી લઈ નવાઝ સુમરાએ ગાળો ભાંડી ત્યાં પડેલી ઈંટનો કટકો ઉઠાવી રાબીયાબેન પર ઘા કર્યાે હતો. વાંસામાં આ મહિલાને ઈજા થઈ હતી. નવાઝે જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાબીયાબેને ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh