Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાણઘાતક વાયરસે હાલારમાં પણ મચાવ્યો હાહાકારઃ
જામનગર તા. ૧૯: સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે, જ્યારે હાલાર પંથકમાં આ વાયરસના શંકાસ્પદ બાળકનું મૃત્યુ થયું છે, જો કે તેનો રિપોર્ટ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય બે દર્દીને પણ ચાંદીપુરાના લક્ષણો માટે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ શંકાસ્પદ વાયરસના દર્દીઓ જોવા મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે, અને આનુસંગિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
રાજ્યભરમાં હાહાકાર મચાવનારા ચાંદીપુરા વાયરસ હાલાર પંથક સુધી પહોંચી ગયો છે. બે દિવસ પહેલા જામજોધપુર અને ધ્રોળ પંથકના એક એક મળી કુલ બે બાળકોને શંકાસ્પદ ગણી બન્નેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેમની સઘન સારવાર ચાલી રહી છે.
દરમિયાન વધુ બે શંકાસ્પદ દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમાંથી ખંભાળિયા તાલુકાના સિમાણી કાલાવડમાં ખેત શ્રમિક પરિવારના ચાર વર્ષના માસુમ બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. આ મૃતક તેમજ દાખલ બાળકના જરૂરી સેમ્પલો મેળવી પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.
બીજી તરફ આરોગ્ય વિભાગની ટૂકડી કાલાવડના સિમાણી ગામે પહોંચી છે અને જરૂરી પગલાં-કાર્યવાહી ચલાવાઈ રહી છે. પ્રભારી સચિવ મુકેશ પંડ્યાએ પણ જરૂરી માર્ગદર્શન આપ્યું છે.
જામનગરની હોસ્પિટલમાં આરોગ્યની ટીમ તૈનાત કરાઈ છે અને જરૂરી સાધન-સુવિધા પૂરી પાડવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial