Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાહન ખરીદવા મેળવી હતી લોનઃ
જામનગર તા. ૧૯: ખંભાળિયાના એક આસામીએ વાહન ખરીદવા ખાનગી પેઢી પાસેથી ફાયનાન્સ મેળવ્યા પછી તેની પરત ચૂકવણી માટે રૂા.દોઢ લાખનો ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની કરાયેલી ફરિયાદમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને રૂા.ર હજારનો દંડ ફટકાર્યાે છે. ચેકની રકમ ત્રણ મહિનામાં ચૂકવવા આદેશ કરાયો છે.
જામનગરની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની પાસેથી ખંભાળિયાના પ્રફુલ વેલજીભાઈ કણઝારીયાએ વાહન માટે લોન મેળવી હતી. તેની પરત ચુકવણી માટે રૂા.દોઢ લાખનો ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા ફાયનાન્સ પેઢીએ ખંભાળિયાની અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પ્રફુલભાઈ વેલજીભાઈને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૂા.૨ હજારનો દંડ ફટકાર્યાે છે. તેમજ ચેકની રકમ ત્રણ મહિનામાં ચૂકવી આપવા આદેશ કર્યાે છે. પેઢી તરફથી વકીલ મનિષ સી. પંડયા, નેહલ સી. પિત્રોડા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial