Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચારેય તાલુકાઓમાં જાનહાનિ ન થઈ એ દ્વારકાધીશની કૃપા!
ખંભાળિયા તા. ૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે ૧ર ઈંચ જેટલો વ્યાપક વરસાદ કલ્યાણપુર તાલુકામાં તથા ખંભાળિયા-ભાણવડ પંથકમાં સતત એક એક કલાક સુધી વીજળીના ચમકારા પછી પણ દ્વારકાધીશની કૃપા હોય તેમ ચારેય તાલુકામાં ક્યાંય જાનહાનિ લોકો કે પશુઓની થઈ નથી. ભાણવડ જુના વિસ્તારમાં એક મકાન પર વીજળી પડતા તેના ઈલેક્ટ્રીક વાયરો-સાધનોને માત્ર નુક્સાન થયું હતું.
દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, દ્વારકા અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિયા, ખંભાળિયા માલતદાર વિક્રમભાઈ વરૂ, ડે. કલકેટર કે.કે. કરમટા, એચ.બી. ભગોરાએ તેમના જીવનમાં ક્યારેય આવી વીજળી ના જોઈ હોવાનું જણાવીને કહ્યું કે, દ્વારકાધીશની કૃપાથી કોઈ જાનહાનિ કે મોટું નુક્સાન પશુઓના મોત પણ નથી થયા.
જો કે લીંબડી તા. કલ્યાણપુર, ભાટિયામાં કાળેશ્વર મહાદેવ પાસેના વિસ્તારોમાં મકાનોમાં ૩-૩ ફૂટ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં પડી ગયા હતાં, તો હરિપર પાસે એક તળાવ તૂટ્યું છે તો હરિપર પાસે એક બોલેરો જીપ પૂરમાં તણાતા ટ્રેક્ટરની મદદથી બચાવાઈ હતી. તો ભાટિયા પાસે રિક્ષો તણાયો હતો તેને પણ બચાવાયો હતો. ભાટિયા-ભોગાત રોડ, બતડ્યા ગામથી બહાર જતો રસ્તો તથા લીંબડી-ચરકલા દ્વારકા રોડ પણ લાંબો સમય રોડ પર પાણી ફરી વળતા બંધ રહ્યો હતો. તો ગોઈંજ પાસે પાંચ કોઝ-વે પર પણ પાણી ફરી વળ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial