Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેકટર કચેરીમાં યોજાયેલી બેઠકમાં
જામનગર તા. ૧૯: કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના પડતર પ્રશ્નો અંગે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં લોકોપયોગી કામો અંગત લક્ષ લઈ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચન કરતા મંત્રી.
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીના સભાખંડમાં જામનગર મહાનગરપાલિકા, જિલ્લા આયોજન કચેરી, ક્ષાર અંકુશ વિભાગ વગેરેના અધિકારીઓ સાથે પડતર પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે બેઠક યોજી હતી. જેમાં અધિક કલેકટર બી.એન. ખેર સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
બેઠકમાં મંત્રીએ બળદેવનગર, સેનાનગર, વાયુનગર, મુરલીધર સોસાયટી, તિરૂપતિ, પુષ્પક પાર્ક, ક્રિષ્ના પાર્ક, બેડી ભુંગા, નાઘેડી, હાપા ઔદ્યોગિક વિસ્તાર, ધુંવાવ, શેખપાટ, ખીલોસ, મોડા, મોટી, બાણુંગર, જાંબુડા, ખીરી-હડીયાણા સહિતના ગામો તથા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનું કામ, સી.સી. રોડનુું કામ, સ્ટ્રીટ લાઈટ, નળ કનેકશનમાં પાણીની સપ્લાય, આંગણવાડી નિર્માણ, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, પીવાના પાણીની પાઈપ લાઈનનું કામ સીસી રોડનું કામ, ગાંડા બાવળ તેમજ કચરો દૂર કરવો, ટ્રી ગાર્ડ પુરા પાડવા, ચેકડેમો રીપેર કરવા, કેનાલ તથા તળાવોના કામો પૂર્ણ કરવા તેમજ ધારાસભ્યની ગ્રાન્ટ હેઠળના કામો સત્વરે પૂર્ણ કરવા વગેરે બાબતે સમીક્ષા કરી હતી તેમજ લોકોપયોગી કામો અંગત લક્ષ લઈ તાત્કાલિક પૂર્ણ કરવા જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial