Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા પાસે રોંગ સાઈડમાં દોડી આવેલી ઈકો મોટરે બાઈકને મારી ટક્કર

સિક્કામાં ભત્રીજીને તેડવા જતાં યુવાનને અકસ્માતઃ

જામનગર તા. ૧૯: જામનગરના સિક્કા ગામના એક યુવાનને મંગળવારે બાઈક સાથે એક રિક્ષાએ હડફેટે લેતાં આ યુવાન ઘવાયા છે. જ્યારે દ્વારકા-જામનગર ધોરીમાર્ગ પર ખંભાળિયાના પ્રૌઢના બાઈક સાથે રોંગ સાઈડમાં દોડી આવેલી ઈકો મોટર ટકરાઈ પડતા આ પ્રૌઢને પગમાં ફ્રેકચર થઈ ગયું છે.

જામનગર તાલુકાના સિક્કા ગામની ભગવતી સોસાયટીમાં રહેતા વિજયભાઈ લક્ષ્મણભાઈ વોરીયા નામના યુવાન મંગળવારે બપોરે જીજે-૧૦-ડીકે ૧૬૧૧ નંબરના બાઈકમાં ભત્રીજીને તેડવા માટે જતા હતા ત્યારે જીજે-૧૦-ટીઝેડ ૩૨૨ નંબરની રિક્ષાના ચાલકે અકસ્માત સર્જયો હતો.

રિક્ષાની પાછળથી ઠોકર વાગતા ફેંકાઈ ગયેલા વિજય વોરીયાને ઈજા થઈ છે અને બાઈકમાં નુકસાન થયું છે. તેઓએ રિક્ષાચાલક સામે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ખંભાળિયા શહેરના રામનગરમાં રહેતા નરશીભાઈ કાનાભાઈ સોનગરા નામના પ્રૌઢ બુધવારે રાત્રે દ્વારકા, જામનગર ધોરીમાર્ગ પર માર્કેટીંગ યાર્ડ સામેથી બાઈકમાં જતા હતા ત્યારે રોંગ સાઈડમાં ધસી આવેલી એક અજાણી ઈકો મોટર તેમની સાથે ટકરાઈ પડી હતી. ફ્રેકચર સહિતની ઈજા પામેલા નરશીભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે તેઓની ફરિયાદ પરથી મોટરચાલક સામે ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh