Advertisement
Author: નોબત સમાચાર

અગાઉ માર માર્યાની કરેલી ફરિયાદ પરત ખેંચી લેવાનું કહી યુવાન પર હુમલો

કોર્ટમાં કેસ ચાલવા પર આવતા ઉશ્કેરાયોઃ

જામનગર તા. ૧૯: કલ્યાણપુરના ચંદ્રાવાડા ગામના એક આસામીએ ચાર વર્ષ પહેલાં પોતાના પર હુમલો કરનાર શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ હાલમાં કોર્ટમાં ચાલવા પર આવ્યો છે. તે કેસ પાછો ખેંચી લેવાનું કહી ગઈકાલે આરોપીએ આ આસામીને લાકડીથી ફટકાર્યા હતા.

કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામની લીલવા વાડી પાસે વસવાટ કરતા હરદાસ સાજણભાઈ ઓડેદરા નામના પચ્ચાસ વર્ષના પ્રૌઢ પર ગઈકાલે સાંજે રામ દેવાભાઈ ઓડેદરા નામના શખ્સે લાકડી વડે હુમલો કરી આડેધડ માર માર્યાે હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ચારેક વર્ષ પહેલાં હરદાસભાઈને કોઈ બાબતે રામ દેવાભાઈએ માર માર્યાે હતો. તેની ફરિયાદ હરદાસે જે તે વખતે પોલીસમાં કરી હતી અને તે કેસ હાલમાં કલ્યાણપુર કોર્ટમાં શરૂ થયો હતો. તે કેસ પાછો ખેંચી લેવા માટે અવારનવાર કહેતા રામ ઓડેદરાએ ગઈકાલે જ્યારે ચંદ્રાવાડા ગામથી રાવલ તરફ હરદાસભાઈ જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં રોકી હુમલો કર્યાે હતો. કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh