Advertisement
Author: નોબત સમાચાર

રાવલમાં વર્તુનદીનો બંધ ઓવરફ્લોઃ પૂર આવતા નગરની ચોતરફ જલભરાવની તૈયારી

રાતભર વરસાદ પડ્યા પછી સવારે વિરામ છતાં મેઘાવી માહોલઃ

  રાવલ તા. ૧૯: રાવલમાં ગઈ રાત્રે સતત વરસાદ પડ્યો હતો, તો બીજી તરફ રાવલમાં નિલકંઠ મહાદેવના મંદિર પાસે આવેલા ઘાટે વર્તુ નદીનો બંધ ઓવરફ્લો થતા નયનરમ્ય દૃશ્યો સર્જાયા છે. આજે સવારે વરસાદે વિરામ લીધો, પરંતુ મેઘાવી માહોલ વચ્ચે છાંટા પડી રહ્યા છે. ઉપરવાસમાંથી વર્તુ નદીમાં પાણીની આવક ચાલુ હોવાથી રાબેતામુજબ નગરની ફરતે પૂરના પાણી ફરી વળે, અને જલભરાવ વધે તેવી સંભાવનાઓ જણાય છે. હેઠવાસમાં આવેલો કોઝ-વે પણ જળમગ્ન થયો છે. આ ઉપરાંત વરસાદી માહોલ વચ્ચે જીયો સહિતના મોબાઈલ નેટવર્ક ખોરવાઈ જતા કેટલાક કલાકો સુધી સંચાર વ્યવસ્થાને પણ અસર પહોંચી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh