Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં આ પાયલટ પ્રોજેકટની સફળતા પછી
ગાંધીનગર તા. ૧૯: સહકારથી સમૃદ્ધિઃ બે જિલ્લાઓમાં સફળતા પછી હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પહેલ ગુજરાત સરકાર શરૂ કરશે આ પહેલ હેઠળ બનાસકાંઠા અને પંચમહાલની જિલ્લા સહકારની બેંકોમાં ૪ લાખથી વધુ નવા ખાતા ખૂલ્યા અને થાપણોમાં ૯૬૬ કરોડનો વધારો થયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલટ પ્રોજેકટ તરીકે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પહેલ લાગુ કરી હતી, જેની સફળતા પછી હવે આ પહેલને રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં લાગુ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ નવી પહેલના સફળ પ્રયોગને કારણે બનાસકાંઠા અને પંચમહાલની જિલ્લા સહકારી બેંકોમાં સહકારી મંડળીઓ અને તેમના સક્રિય સભ્યો દ્વારા ૪ ાલખથી વધુ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપે સહકારી બેંકોની થાપણોમાં ૯૬૬ કરોડનો વધારો થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે સહકારથી સમૃદ્ધિના વિઝન હેઠળ દેશભરમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ક્ષેત્રમાં અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આવા જ એક પાયલટ પ્રોજેકટ તરીકે ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પહેલ શરૂ કરવામાં આવી હતી. જે ખૂબ જ સફળ રહી છે.
સહકાર ક્ષેત્રની આ નોંધપાત્ર સિદ્ધિ અંગે ગુજરાતના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે મજબૂત સહકારી ક્ષેત્ર વિકસિત ગુજરાતના પાયામાં મજબૂત આધારસ્તંભ સાબિત થઈ શકે છે. જે આપણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન વિકસિત ભારત ર૦૪૭ ને સાકાર કરવામાં મદદરૂપ સાબિત થશે.
આ પહેલનો ઉદ્દેશ ગુજરાતની હજારો સરકારી મંડળીઓના બેંક ખાતાઓ અને થાપણોને જિલ્લા અને રાજ્ય સહકારી બેંકોના નેજા હેઠળ કેન્દ્રીયકરણ કરીને તેમની વચ્ચે સહકાર વધારવાનો છે. આમાં, વિવિધ કોમર્શિયલ બેંકોમાં કાર્યરત સહકારી સંસ્થાઓ અને તેમના સભ્યોના વર્તમાન બેંક ખાતાઓને એકીકૃત કરવામાં આવ્યા છે અને કેન્દ્રીયકૃત જિલ્લા સહકારી બેંક/રાજ્ય સહકારી બેંક હેઠળ લાવવામાં આવ્યા છે.
કેન્દ્રીયકૃત બેંક હેઠળ સહકારી સંસ્થાઓની સામૂહિક મૂડીને એકીકૃત કરવાના ઘણા મહત્ત્વપૂર્ણ પરિણામો જોવા મળ્યા છે. ઉદાહરણ તરીકે, કેન્દ્રીયકૃત સહકારી બેંકની થાપણોમાં નોંધપાત્ર વધારો થયો છે. સહકારી મંડળીઓમાં નાણાકીય પ્રવાહીતા વધી છે, જેના કારણે લોન સંબંધિત જરૂરિયાતો અને માંગણીઓ હવે સરળતાથી પૂરી થઈ શકે છે. આ ઉપરાંત, આ પહેલ હવે સુનિશ્ચિત કરશે કે સહકારી સંસ્થાઓની સામૂહિક મૂડીનો ઉપયોગ અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા પણ કરી શકાય.
જૂન ર૦ર૩ અને જાન્યુઆરી ર૦ર૪ની વચ્ચે, ગુજરાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની પરિકલ્પનાને અનુસરતા બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં સહકારી સંસ્થાઓ વચ્ચે વહકાર પહેલ શરૂ કરી હતી. આ સમયગાળા દરમિયાન દૂધ સંઘો સાથે સંલગ્ન ૧૦૪૮ દૂધ મંડળીઓના પ્રવર્તમાન બેંક ખાતાઓ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો સાથે એકીકૃત કરવામાં આવ્યા અને વધારાનું ભંડોળ તેમના નવા બેંક ખાતાઓમાં સંપૂર્ણપણે ટ્રાન્સફર કરવામાં આવ્યું. બંને જિલ્લાની સહકારી બેંકોમાં ૪.૭ લાખથી વધુ નવા બચત ખાતા ખોલવામાં આવ્યા, જેના કારણે આ બેંકોની હાલની થાપણોમાં ૯૬૬ કરોડનો વધારો થયો.
આ પહેલ હેઠળ સહકારી સંસ્થાઓ અને સક્રિય સભ્યોને કુલ ૩.૩ર લાખ રૂા. ડેબિટ કાર્ડ પણ જારી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગ્રામ્ય સ્તરે બેંકિંગ સુવિધાઓ અને નાણાકીય પ્રવાહીતા વધારવા માટે, આ જિલ્લાઓમાં કુલ ૧૭૩૬ મંડળીઓ, જેમાં દૂધ સંઘો સાથે સંકળાયેલી અગ્રણી દૂધ મંડળીઓનો પણ સમાવેશ થાય છે, તેમને બેંક મિત્ર બનાવી તેઓને માઈક્રો એટીએમ પૂરા પાડવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ સહકારી સંસ્થાઓ પર્યાપ્ત આવક મેળવે તે સુનિશ્ચિત કરવા માટે કમિશનના દરો પણ નક્કી કરવામાં આવ્યા છે, જે માઈક્રો એટીએમના અસરકારક ઉપયોગને પ્રોત્સાહિત કરશે.
આ પહેલા હેઠળ, સભ્યો દ્વારા નાણાકીય સેવાઓ મેળવવામાં આવતા પડકારોને ધ્યાનમાં રાખીને સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા ૧૬૩૧ થી વધુ કર્મચારીઓને માઈક્રો-એેટીએમના સંચાલન, રોકડ ઉપાડ અને થાપણો સહિત ડિજિટલ વ્યવહારો પર વિશેષ તાલીમ આપવામાં આવી છે.
બનાસકાંઠા અને પંચમહાલમાં આ પાયલટ પ્રોજેકટની સફળતા બાદ રાજ્ય સરકારે તમામ જિલ્લાની સહકારી સંસ્થાઓમાં તેનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલના અમલીકરણ બાદ જિલ્લા સહકારી બેંકો ગ્રામ્ય સ્તરે તેમની સેવાઓનું વિસ્તરણ કરી શકશે અને એ સુનિશ્ચિત કરી શકશે કે ગુજરાતની સહકારી સંસ્થાઓની મૂડી સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલો સભ્યો અને અન્ય સહકારી સંસ્થાઓને નાણાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં ઉપયોગી બને.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial