Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૮ ટકા રહેતા
જામનગર તા. ૧૯: જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૮ ટકા રહેતા ગઈકાલે પણ બફારો યથાવત્ રહ્યો હતો. જેના પગલે જનતાને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે ભેજના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૬ દિવસમાં વાતાવરણમાં ભેજના પ્રમાણમાં ૧૬ ટકાનો વધારો થયો છે. છેલ્લા ચોવીસ કલક દરમિયાન ભેજનું પ્રમાણ ૯૮ ટકાએ પહોંચતા ગઈકાલે પણ અસહ્ય બફારો યથાવત્ રહ્યો હતો. ખાસ કરીને બપોરે આકરા તાપ અને બફારાના પગલે નગરજનો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં.
જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન નહીંવત્ ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી અને અડધો ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૬.પ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial