Advertisement
Author: નોબત સમાચાર

પોરબંદર-કાનાલુસમાં ભારે વરસાદથી પાણી ભરાવાના કારણે પોરબંદરથી દોડતી ટ્રેનો પ્રભાવિત

કેટલીક ટ્રેનો રીશેડ્યુઅલ તો કેટલીક સંપૂર્ણપણે રદ્દઃ

રાજકોટ તા. ૧૯: વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનાલુસ સેકશનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઈ છે.

જેમાં રીશેડ્યુઅલ કરેલ ટ્રેનોમાં ટ્રેન નંબર ૧ર૯૪૯ પોરબંદર-સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન ૧૯-૭-ર૪ના તેના નિર્ધારીત સમય સવારે ૯-૧૦ વાગ્યાના બદલે ૬ કલાક  મોડી એટલે કે ૧પ.૧૦ કલાકે ઉપડશે. તેમજ ટ્રેન નંબર ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એકસપ્રેસ ટ્રેન ૧૯-૦૭-ર૦ર૪ ના તેના નિર્ધારિત સમય ૧૦.૩૦ કલાકને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી ૧૧.૩૦ કલાકે ઉપડશે.

શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ/આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર ૧૯પ૭૧ રાજકોટ-પોરબદર એકસપ્રેસ-૧૯-૭-ર૪ ના જેતલસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આમ આ ટ્રેન જેતલસર-પોરબંદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે તથા ટ્રેન નંબર ૧૯પ૭ર પોરબંદર-રાજકોટ એકસપ્રેસ ટ્રેન ૧૯-૭-ર૪ ના પોરબંદરને બદલે જેતલસર સ્ટેશનથી ચાલશે. આમ આ ટ્રેન પોરબંદર-જેતલસર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તેમજ ટ્રેન નંબર ર૦૯૩૮ દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એકસપ્રેસ ટ્રેન ૧૯-૭-ર૪ ના ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.

જ્યારે સંપૂર્ણપણે રદ ટ્રેનોમાં ટ્રેન નંબર ૦૯પપ૦/૦૯પ૪૯ પોરબંદર-ભાણવડ-પોરબંદર ટ્રેનો ૧૯-૦૭-ર૪ ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. ટ્રેન નંબર ૦૯પ૬પ/૦૯પ૬૮ પોરબંદર-ભાવનગર-પોરબંદર ટ્રેનો ૧૯-૭-ર૪ ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. ટ્રેન નંબર ૦૯પ૧૬/૦૯પ૧પ પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેનો ૧૯-૦૭-ર૦ર૪ ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh