Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમીક્ષા બેઠકમાં પ્રભારીએ
ખંભાળીયા તા. ૧૯: રાજ્યના સેટલમેન્ટ કમિશનર અને નિયામક, જમીન દફતર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ. પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં પ્રભારી સચિવએ જમીન માપણી, પાણી પુરવઠા, સિંચાઈ, આરોગ્ય સહિત અન્ય વિભાગોના કાર્યોની વિગતવાર માહિતી મેળવી વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ તકે ચોમાસાની ઋતુને ધ્યાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તકેદારી લેવા તેમજ ભારે વરસાદ જેવી પરિસ્થિતિમાં સાવચેતી માટે કોઝવે તથા ડેમ સાઈટ પર ચેતવણી દર્શક ચિન્હો લગાવવા સહિતના જરૂરી પગલાંઓ લેવા જણાવ્યું હતું. ઉપરાંત હાલમાં રાજ્યમાં ફેલાયેલા ચાંદીપુરા વાઈરસ તથા રોગચાળાને ધ્યાને લઈ સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવા તેમજ જરૂરી તકેદારીઓ રાખવા આરોગ્ય વિભાગને સૂચનો કર્યા હતા તેમજ જન પ્રતિનિધિઓના કામોને અગ્રતા આપી સમય મર્યાદામાં નિરાકરણ લાવવા સૂચનો કર્યા હતાં. સમીક્ષા બેઠકમાં કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial