Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા-ભાણવડમાં પાંચ દાયકામાં ન જોઈ હોય તેવી વીજળીના કડાકા-ભડાકાથી લોકો ભયભીત

વીજ પુરવઠો બંધ હોવાથી આકાશમાં થતા મેઘગર્જના સાથે ચમકારા ભયાનક જણાતા હતા

ખંભાળીયા તા. ૧૯: ખંભાળીયા-ભાણવડમાં ગત મધ્યરાત્રિ પછી પ૦ વર્ષમાં ના થઈ હોય તેવી વીજળી એક કલાક સુધી ચાલુ રહેતા લોકો ભયભીત થઈ ગયા હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રાત્રે બાર વાગ્યા પછી ભાણવડ તથા ખંભાળીયામાં ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો જેમાં રાત્રે ભયંકર વીજળી અને બંધ કરાયેલી વીજલાઈનોમાં અંધારા વચ્ચે ધોળો દિ' થાય તેવા પ્રકાશ ગડગડાટ સાથે થતી વીજળીથી લોકો ભયભીત થઈ ગયા હતાં.

ખંભાળીયાના નીતિનભાઈ આચાર્ય, દિલીપભાઈ કછટીયા, નીતિન ગણાત્રા, કૌશલ સવજાણી, ભાણવડના ડો. રમેશભાઈ ભટ્ટે જણાવેલ કે પ૦ વર્ષમાં આવી રીતે સતત એક કલાક સુધી વીજળીના કડાકા ભડાકા કયારેય નથી થયા!!

ર૦૧૪માં ભારે ગાજવીજ સાથે ૧૧૯ ઈંચનો રેકોર્ડ વરસાદ ખંભાળીયામાં પડેલો ત્યારે એક દિવસમાં રપ/ર૮ ઈંચ વરસાદમાં પણ આવી વીજળી થઈ નહતી.

અત્યંત ભારે વીજળી થતાં ભયભીત થયેલા લોકો ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા હતા તો વીજળીના વીડિયો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં વાયરલ થયા હતા તો વીજ પુરવઠો પણ બંધ કરી દેવાયો હતો તથા લોકોએ બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું.

આટલી ભયાનક વીજળી કયારેય થઈ નથી. રાત્રે દોઢ વાગ્યે કેટલાક આગેવાનો દ્વારા સાંસદ પૂનમબેન માડમ તથા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાને વીજળીના વીડિયો મોકલતા તેમણે પણ તંત્રને સાવચેત રહેવા સૂચના આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh