Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હજુ ચારેક દિવસ પહેલાં જ મજૂરીકામે આવ્યા હતાઃ
જામનગર તા. ૧૯: લાલપુરના હરીપર ગામમાં ચારેક દિવસ પહેલાં જ એક ખેતરમાં મજૂરીકામ માટે આવેલા દંપતી પૈકીના મહિલાએ વતનમાં જવાની પતિ પાસે વાત કર્યા પછી બંને વચ્ચે બોલાચાલી થતાં આ પરિણીતાએ વિષપાન કરી લીધુ હતું. તેણીનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલા પરેશભાઈ અજુડીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના જાંબુવા જિલ્લાના રાણાપુરના ચાગોલા ગામના અનીતાબેન ભાવેશભાઈ સીંગાડ (ઉ.વ.૧૯) નામના પરિણીતાએ પતિ પાસે વતનમાં જવાની માગણી મૂકી હતી.
ચારેક દિવસ પહેલાં જ હરીપરમાં આ દંપતી મજૂરીકામ માટે આવ્યું હતું અને ત્યાં જ બુધવારે અનીતાબેને વતનમાં જવાની વાત કરતા પતિ સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતનું માઠું લાગી આવતા તેણીએ કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે જામનગર જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ પરિણીતાને વધુ સારવાર માટે ગોંડલ દવાખાને લઈ જવાયા હતા. જ્યાં તેણીનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની મધ્યપ્રદેશના અલીરાજપુરના ખેરીયામાલી ગામના વતની ઈગ્રામસિંગ કલીમસિંગ નિનામાએ પોલીસને જાણ કરી છે. લાલપુર પોલીસ સ્ટેશનના ફોજદાર એસ.પી. ગોહિલે અપમૃત્યુની તપાસ હાથ ધરી આ દંપતીનો લગ્નગાળો ઓછો હોવાથી ગ્રામ્ય ડીવાયએસપીને વાકેફ કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial