Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા કલેકટર કચેરી-ખંભાળીયામાં વૃક્ષારોપણ

મારી કચેરી-હરિયાળી કચેરીની થીમ હેઠળ

ખંભાળીયા તા. ૧૯: પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવી વૃક્ષોના સંવર્ધનથી ગ્રીન કવર વધારવા અને કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ સુરક્ષા વધારવાના ભાગરૂપે મારી કચેરી, હરિયાળી કચેરી થીમ હેઠળ અભિયાન થકી સરકારી કચેરીઓમાં સૌ કોઈ અધિકારી-કર્મચારી વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરે તે માટે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા પ્રેરણા આપવામાં આવી હતી. જેના ભાગરૂપે કલેકટર કચેરી ખંભાળીયામાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી કચેરીને હરિયાળી બનાવવા માટે પ્રેરિત સંકલ્પબદ્ધ થયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh