Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વહીવટીતંત્રના ભ્રષ્ટાચારનો નાદાર નમૂનો!
જામનગર તા. ૧૯: જામનગર તાલુકાના સિક્કા ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર હાલમાં મોટો ખાડો પડી ગયો છે. તેના પગલે ત્યાં વાહનચાલકો તથા રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. તંત્રના નાદાર ભ્રષ્ટાચાર સામે રોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે સિક્કાના એક નાગરિકે ગઈકાલે ભાજપનો ઝંડો લગાવી વિરોધ વ્યક્ત કર્યાે છે.
જામનગર શહેર તથા જિલ્લામાં થોડા દિવસોથી વરસી રહેલા શ્રીકાર વરસાદ વચ્ચે વહીવટીતંત્રની પોલ ખૂલી રહી છે. ઠેર ઠેર પાણી ભરાવવા સાથે રોડ-રસ્તાઓ ખોદાઈ જવા લાગ્યા છે. જેના કારણે નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
તે દરમિયાન જામનગર તાલુકાના સિક્કામાં પ્રવેશવાના મુખ્ય રોડ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. તેના કારણે આ રોડના કામમાં અધિકારીઓએ કેટલો ભ્રષ્ટાચાર આચર્યાે હશે તે આપોઆપ દેખાઈ રહ્યું છે. ત્યારે ગઈકાલે સિક્કાના રહેવાસી લક્કીરાજસિંહ ઝાલાએ ઉપરોક્ત ખાડામાં ભાજપના ઝંડાને લગાવી દઈ વિરોધ પ્રદર્શિત કર્યાે હતો.
ચોમાસા પહેલાં જ ભૂગર્ભ ગટરની સફાઈ સહિતની પ્રિ મોન્સુન કામગીરી કરવામાં આવી હોવાની ગુલબાંગો પોકળ સાબિત થઈ રહી છે ત્યારે તંત્રના ભ્રષ્ટાચાર સામે પણ નાગરિકોમાં ભારોભાર રોષની લાગણી પ્રસરી છે. ત્યારે જ સિક્કામાં મસમોટા ખાડામાં ભાજપનો ઝંડો લગાવવામાં આવતા ત્યાંથી પસાર થતાં નાગરિકો, વાહનચાલકોએ રોષ મિશ્રિત કૂતુહલ વ્યક્ત કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial