Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ ડેપોમાંથી નકલી ઈસ્યુ થયાનું પ્રાથમિક તારણઃ
જામનગર તા. ૧૯: ધ્રોલ એસટી ડેપોમાંથી ગઈકાલે મોરબી માટે રવાના થયેલી એક બસમાં એસટી વિભાગની ચેકીંગ ટૂકડીએ ચેકીંગ હાથ ધર્યા પછી એક મુસાફર પાસેથી નકલી લાગતો પાસ કબજે કર્યાે હતો. તે પાસ અંગે પૂછપરછ કરાતા ધ્રોલ ડેપોમાંથી તેને ઈસ્યુ કરાયો હોવાનું ખૂલ્યું છે. ચેકીંગ ટૂકડી તેની તપાસ માટે ધ્રોલ એસટી ડેપોમાં પરત આવી હતી. આગામી દિવસોમાં નકલી મુસાફર પાસ કૌભાંડ પ્રકાશમાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
જામનગર જિલ્લાના ધ્રોલ એસટી ડેપોમાંથી ગઈકાલે મોરબી જવા માટે એક બસ રવાના થયા પછી તે બસમાં એસટી ડિપાર્ટમેન્ટની ચેકીંગ ટૂકડી ચઢી હતી. તેમાં રહેલા કર્મચારીઓએ બસમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિઓ પાસે રહેલી ટિકિટો ચકાસવાનું શરૂ કર્યંુ હતું.
તે દરમિયાન એક મુસાફર પાસેથી પાસ મળી આવ્યો હતો. તે પાસની ચકાસણી કરાતા તે ડુપ્લીકેટ હોવાની આશંકા ઉભી થઈ હતી. જેના પગલે મુસાફરને પૂછવામાં આવતા આ પાસ ધ્રોલ ડેપોમાંથી ઈસ્યુ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેથી ચેકીંગ ટૂકડીએ ધ્રોલ એસટી ડેપોએ પહોંચી જઈ તે પાસ અંગે તાણાવાણા મેળવવાનું શરૂ કર્યું હતું.
તે દરમિયાન આ પાસ નકલી જ હોવાનું જણાઈ આવતા આવા કેટલા પાસ ઈસ્યુ થયા છે? તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. નકલી પાસ બનાવી આપવા પાછળ કેટલા અને કોણ કોણ શખ્સો સંડોવાયેલા છે? તે આગામી દિવસોમાં પ્રકાશમાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial