Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ કાયદાના દૂરઉપયોગ સામે કોર્ટની લાલઆંખઃ
જામનગર તા. ૧૯: જામનગરના એક આસામીએ સાત વર્ષ પહેલાં પોતાનું મકાન પડાવી લેવાયાની પાંચ વર્ષ પહેલાં ફરિયાદ નોંધાવી હતી. તે પછી આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કામ ચલાવવા અરજી અપાતા અને તેનો ગુન્હો નોંધાતા બે આરોપીએ આગોતરા જામીન મેળવવા આ કાયદાની ખાસ અદાલતમાં અરજી કરી હતી. ત્યાં રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે બંનેને આગોતરા આપ્યા છે.
જામનગર શહેરના આણદા બાવા ચકલા પાસે દેરાસરની સામે રહેતા કલ્પેશ કિશોર મહેતા નામના શખ્સે વર્ષ ૨૦૧૯માં પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં મનિષ દાઉદીયા, દીપેશ દાઉદીયા, વિક્કી દાઉદીયા, ભાવનાબેન દાઉદીયાએ ઘરમાં પ્રવેશી મારકૂટ કર્યા પછી મકાન ખાલી કરાવી પોતાનું તાળુ મારી દીધુ હતું. પોતે જામનગરથી ચાલ્યા ગયા હોય બે વર્ષ પછી ફરિયાદ નોંધાવી હોવાનું ઉમેર્યું હતું.
જે તે વખતે લેન્ડ ગ્રેબિંગ એકટ ન હોવાના કારણે આઈપીસી ૩૮૬, ૪૪૧, ૫૦૬ (ર), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધાયો હતો. તે દરમિયાન લેન્ડ ગ્રેબિંગ અમલમાં આવ્યો હતો. તે ફરિયાદ સામે ધર્મેશ ભગવાનજી દાઉદીયા અને તેના ભાઈ કમલેશે કોર્ટમાં કલ્પેશ કિશોર મહેતા સામે દાવો કરી જણાવ્યું હતું કે, કલ્પેશે જે તે વખતે અવેજની રકમ સ્વીકાર્યા પછી તેનું મકાન પિતા અને કાકાના નામે હોવાથી દસ્તાવેજ કરી આપ્યો ન હતો અને કલ્પેશ મહેતા મની ચેન્જર તરીકે કામ કરતા હોય અને ગામમાંથી કેટલાક વ્યક્તિઓની મોટી રકમ પડાવી જામનગરથી નાસી ગયા હતા.
આ શખ્સ સામે કોર્ટમાં ચેક પરતના કેટલાક કેસો પણ નોંધાયેલા છે. તે દરમિયાન કલેકટરના અધ્યક્ષસ્થાને રચાયેલી લેન્ડ ગ્રેબિંગ સમિતિએ અરજી અંગે તપાસ કર્યા પછી ધર્મેશ સહિતના વ્યક્તિઓ પાસે મકાનનો દસ્તાવેજ ન હોવાથી તેની સામે ફરિયાદ નોંધાવવા આદેશ કરાયો હતો. સિટી એ ડિવિઝન પોલીસે તેે ગુન્હો નોંધ્યો હતો.
આરોપી ધર્મેશ તથા કમલેશ દાઉદીયાએ લેન્ડ ગ્રેબિંગ એક્ટની ખાસ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી તેમાં રજૂઆત કરી હતી કે આ કાયદાનો હેતુ મકાન માલિક, ભાડુત કે દીવાની તકરારોને કોરાણે મુકવાનો નથી, મિલકત અંગે વ્યવહાર થયો હોય અને માલિકે કબજો સ્વૈચ્છિક રીતે આપ્યો હોય તેવા કિસ્સામાં દસ્તાવેજી પુરાવો હાલના કબજેદાર રજૂ ન કરી શકે તો તેને ભૂ માફિયા ન ગણી શકાય. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી બંને આરોપીની આગોતરા જામીન અરજી મંજૂર કરી છે. આરોપીઓ તરફથી વકીલ ડો. વી.એચ. કનારા, એસ.બી. વોરીયા, ડી.એન. ભેડા, વી.ડી. બારડ, આર.એ. સફીયા, આર.ટી. સીસોટીયા, રૂપાબેન વસરા, જે.એમ. નંદાણીયા, પી.એન. રાડીયા તથા વી.એસ. ખીમાણીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial