Advertisement
Author: નોબત સમાચાર

માઈક્રોસોફટમાં ખામી સર્જાતા ભારત સહિત વિશ્વની એરલાઈન્સ ઠપ્પઃ અનેક સેવાઓ ખોરવાઈ

ક્રાઉડ સ્ક્રાઈકરે ભૂલ સ્વીકારીઃ વિશ્વભરની જાણીતી ટીવી ન્યૂઝ ચેનલો, બેન્કીંગ-ટેલિકોમ ક્ષેત્રો પ્રભાવિત

નવી દિલ્હી તા. ૧૯:  માઈક્રોસોફટમાં ખામી સર્જાતા ભારત સહિત દુનિયાભરની એરલાઈન્સ ઠપ્પ થઈ તો અનેક દેશોમાં વિવિધ સેવાઓ ખોરવાઈ ગઈ.

ભારત અને અમેરિકા સહિત દુનિયાભરની અનેક એરલાઈન્સ વિમાન સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. માઈક્રોસોફટના સર્વરમાં ખામીઓને કારણે ઉડાન સેવાઓ પ્રભાવિત થઈ છે. અનેક કંપનીઓના વિમાન ઉડાન ભરી શકી રહ્યા નથી. સ્પાઈસજેટ અને ઈન્ડિગોએ પણ આ પ્રકારની સમસ્યાનો હવાલો આપ્યો હતો. ફકત વિમાન સેવાઓ જ નહીં પણ અનેક દેશોમાં બેન્કિંગ સેવાઓથી લઈને ટિકિટ બુકિંગ અને સ્ટોક એકસચેન્જ ઉપર પણ અસર થઈ છે.

દુનિયાભરમાં તમામ લોકોની વિન્ડોઝ સિસ્ટમ પર બ્લૂ સ્ક્રીનની ખામી દેખાઈ રહી છે. માઈક્રોસોફટના સર્વર ઠપ્પ થવાને કારણે આખી દુનિયામાં બેન્કોથી માંડીને એરલાઈન્સ સુધીની સર્વિસિઝને અસર થઈ છે. કંપનીના ફોર્મ પર પિન મેસેજ અનુસાર ઘણાં વિન્ડોઝ યૂઝરને બ્લૂ સ્ક્રીન ઓફ ડેટ એરર દેખાઈ રહી છે.

આ ખામી તાજેતરની ક્રાઉડ સ્ક્રાઈક અપડેટ પછી આવી છે. જેમાં ખામી સર્જાતા મોટી સંખ્યામાં લોકોને અસર થઈ છે. માઈક્રોસોફટે આ મામલે જાણકારી શેર કરી હતી. શુક્રવારે સવારે તેની કલાઉડ સર્વિસીઝ અવરોધિત થવાને કારણે દુનિયાભરમાં અનેક વિસ્તારોમાં ખામી સર્જાઈ હતી. તેના કારણે એરલાઈન્સની ઉડાનો પ્રભાવિત થઈ હતી. ભારત, અમેરિકા સહિત અનેક દેશોમાં વિમાનોની ઉડાનો પર આ આઉટેજની અસર દેખાઈ.

અમેરિકાના અનેક ભાગોમાં ઈમરજન્સી સેવા ૯૧૧ ને અસર થઈ છે. અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં પણ બેન્કિંગ, ટેલીકોમ, મીડિયા આઉટલેટ અને એરલાઈન્સની સેવાઓ પ્રભાવિત થઈ છે. ઓસ્ટ્રેલિયાના નેશનલ સાઈબર સિક્યોરીટી કોઓર્ડિનેટરે કહ્યું કે દેશમાં આજે બપોરે મોટાપાયે અનેક કંપનીઓની સેવાઓ પ્રભાવિત થઈ હતી.

માઈક્રોસોફટના સર્વિસ હેલ્થ સ્ટેટ્સ અપડેટ મુજબ આ ખામીની શરૂઆત એઝર બેંકેંડ વર્કલોડના કોન્ફીગ્રેશનમાં કરેલા એક ફેરફારને કારણે થઈ હતી. જેના લીધે સ્ટોરેજ અને કમ્યુટર રિસોર્સિસ વચ્ચે અવરોધ પેદા થયો અને આ કારણે કનેક્ટિવીટી ફેલિયરની સમસ્યા સર્જાઈ.

માહિતી અનુસાર ક્રાઉડ સ્ક્રાઈકે ભૂલ સ્વીકારી હતી અને તે આ ખામીની તપાસ કરી રહી છે. આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું કે અમને આ એરરની માહિતી મળી છે તે વિન્ડોઝની મોટાભાગની સિસ્ટમમાં દેખાઈ રહી છે. ઘણાં યૂઝર્સ તેના વિશે ફરિયાદ કરી રહ્યા છે. આ ખામીને કારણે લાખો યૂઝર્સ પ્રભાવિત થયા છે. અનેક યૂઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની સિસ્ટમ કાં તો શટડાઉન થઈ છે કે પછી તેમને બ્લૂ સ્ક્રિન દેખાઈ રહી છે. તેની અસર પ્રમુખ બેન્ક, ઈન્ટરનેશનલ એરલાઈન્સ, જીમેઈલ, એમેઝોન અને બીજી ઈમરજન્સી સર્વિસ પર થઈ રહી છે.

માહિતી અનુસાર સાઈબર સિક્યોરીટી પ્લેટફોર્મ ક્રાઉડ સ્ટ્રાઈકમાં ખામીને કારણે સેવાઓ પ્રભાવિત થઈ છે. ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સ કંપનીઓ કહે છે કે સર્વરમાં ખામીને કારણે જ સેવાઓ ઠપ્પ છે. એરપોર્ટ પર ચેક ઈન અને એક આઉટ સિસ્ટમ ઠપ થઈ ગઈ છે. બુકિંગ સેવા પણ પ્રભાવિત થઈ છે. જેના લીધે સૌથી વધુ અમેરિકન વિમાન સેવા પર અસર થઈ છે.

માઈક્રોસોફટની આ એરરને કારણે બ્રિટનની જાણીતી સ્કાય ન્યૂઝ પર ઓફ એર થઈ ગઈ હતી. તો બીજી બાજુ લંડન સ્ટોક એકસ્ચેન્જમાં પણ આ એરરને કારણે ટેકનિકલ ખામી સર્જાતા અસર થઈ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને અમુક અન્ય દેશોમાં સુપર માર્કેટ અને મોલમાં પણ સેવાઓ પ્રભાવિત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.

મુંબઈથી મળતા અહેવાલો મુજબ આ કારણે મધ્ય અમેરિકા, ભારત અને ઓસ્ટ્રેલિયામાં ઘણી કંપનીઓના કોમ્પ્યુટર અને લેપટોપ આપોઆપ બંધ થઈ ગયા હતાં. બપોરે ૧ર વાગ્યે અનેક કર્મચારીઓએ ફરિયાદ કરી હતી, કે તેમના લેપટોપ અને કોમ્પ્યુટર અને લેપટોપ આપોઆપ બંધ થઈ ગયા હતાં. જેના લીધે બેન્કોથી માંડી સ્ટોક એકસચેન્જ, એરલાઈન્સના કામકાજ પર અસર થઈ છે. મુસાફરો ચેક-ઈન કે ચેક આઉટ કરવા અસમર્થ બન્યા છે. અહેવાલો અનુસાર, ભારત અને અમેરિકામાં ૧૪૭ એરલાઈન્સ રદ્દ કરવામાં આવી છે.

આ ખામીની અસર ભારતમાં પણ વ્યાપકપણે જોવા મળી હતી. દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ અને ગુરૂગ્રામમાં આવેલી વિવિવધ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની સિસ્ટમ પર અચાનક બ્લ્યૂ સ્ક્રીન દેખાવા લાગી હતી. સ્ક્રીન પર એક મેસેજ પણ લખાયેલો હતો. જેમાં લખ્યું હતું કે તમારી સિસ્ટમને રિસ્ટાર્ટ કરવાની જરૂર છે. બ્લ્યૂ સ્ક્રીન એરર, જેને બ્લેક સ્ક્રીન એરર અથવા સ્ટોપ કોડ એરર પણ કહેવાય છે, ત્યારે આવી શકે છે. જ્યારે વિન્ડોઝમાં ગંભીર સમસ્યા સર્જાઈ હોય અને તે અચાનક કામ કરતી બંધ થઈ જાય.

વિશ્વની ટોચની સાયબર પ્લેટફોર્મ ક્રાઉડસ્ટ્રાઈકમાં ટેકિનકલ ખામી સર્જાતા, માઈક્રોસોફટની સેવાઓ અટકી પડી છે. અમેરિકાની ઈમરજન્સી ૯૧૧ સેવાઓમાં ખામી સર્જાઈ છે. તેમજ આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ, બેન્કો, મીડિયા, આઉટલેટ્સ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન થંભી ગયા છે. અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં પણ બેન્કિંગ, ટેલીકોમ, મીડિયા આઉટલેટ અને એરલાઈન્સની સેવાઓ પ્રભાવિત થઈ છે. ઓસ્ટ્રેલિયાના નેશનલ સાઈબર સિક્યોરીટી કોઓર્ડિનેટરને કહ્યું કે દેશમાં આજે બપોરે મોટાપાયે અનેક કંપનીઓની સેવાઓ પ્રભાવિત થઈ હતી. સોશ્યલ મીડિયા પણ આ કારણે ખોરવાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh