Advertisement
Author: નોબત સમાચાર

છોટીકાશીમાં યુવતીઓ દ્વારા જયા પાર્વતી વ્રતની ઉજવણી

છોટીકાશી જામનગરમાં આજથી જયા પાર્વતી વ્રતનો આરંભ થયો છે. અષાઢ મહિનાની તેરસથી આરંભ થતું આ વ્રત પાંચ દિવસનું હોય છે અને જાગરણ સાથે પૂર્ણ થાય છે. આદિ શક્તિ માં પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા આ વ્રત કર્યું હોવાનો પુરાણોમાં ઉલલેખ હોય યુવતીઓ સારા પતિની કામના સાથે આ વ્રત ઉજવે છે. અમુક પરિણીત મહિલાઓ પણ અખંડ સૌભાગ્ય માટે વ્રત ઉજવે છે. શહેરનાં કે.વી. રોડ પર આવેલ શ્રી કાશીવિશ્વનાથ મંદિરે તેમજ જાગનાથ સોસાયટીમાં આવેલા પૌરાણીક જાગનાથ મહાદેવ મંદિરે વ્રતપૂજન માટે બહોળી સંખ્યામાં યુવતીઓ ઉમટી હતી. આ ઉપરાંત પણ અન્ય મંદિરોમાં પણ બ્રાહ્મણો દ્વારા વ્રતધારી યુવતીઓને વિધીવત પૂજન કરાવવામાં આવ્યું હતું. (તસ્વીરઃ નિર્મલ કારીયા)

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh