Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના વોર્ડ નં. ૧રમાં ઝહરા ફાઉન્ડેશન અને જી.જી. હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં હાડકા, ચામડી, બાળરોગ, સ્ત્રી રોગ, આંખ વિગેરે રોગોની તપાસ નિષ્ણાત ડોકટરોએ કરીને દર્દીઓને દવા આપી હતી. ટી.બી જેવી બીમારીનું પણ નિદાન કરવા ટીબીના નિષ્ણાતોએ દર્દીઓના ડિજિટલ એકસ-રે કરી તુરંત જ રિપોર્ટ આપી નિદાન કર્યું હતું. કુલ ૧૦રર દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. સામાજિક અને રાજકીય આગેવાનોએ આ કેમ્પમાં હાજરી આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા ઝહરા ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર અને પ્રમુખ વકીલ જેનમબેન ખફી (કોર્પોરેટર, વોર્ડ નં.૧ર), પ્રોગ્રામના ઈન્ચાર્જ તરીકે ઈશરતભાઈ બ્લોચ, ઈનાયત લોહાની, રેહમાન બ્લોચ, ઈમરાન મકરાણી, દાઉદ હરગન, લતીફ બાપુ નાગાણી તેમજ મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial