Advertisement
Author: નોબત સમાચાર

એમ્યુઝમેન્ટ રાઈડ્ઝ-ગેમીંગ ઝોનનું હંગામી લાયસન્સ માટે નવા નિયમો જાહેર કરાયા

ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયા તથા ભાણવડ તાલુકામાં હંગામી ધોરણે એમ્યુઝમેન્ટ રાઈડ્ઝ તથા ગેમીંગઝોનની પરવાનગી મેળવવા માટે નવા નિયમો જાહેર થયા છે. ખંભાળીયા તથા ભાણવડ તાલુકામાં હંગામી ધોરણે એમ્યુઝમેન્ટ રાઈડ્ઝ તથા ગેમીંગઝોન (જેમાં લોકમેળો કે આનંદ મેળામાં ચલાવવામાં આવતી યાત્રીક રાઈડ્ઝ, ઈલેકટ્રીક રાઈડ્ઝ સહિત) તમામ પરત્વે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તા .ર૩-૭-ર૪ ના દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેથી આવી રાઈડ્ઝના લાયસન્સ મેળવવા ઈચ્છતા તમામે આ નિયમો જોઈ અને જાણી લેવાના રહેશે.

આ નિયમો નાયબ કલેકટર અને સબ ડિવિઝનલની કચેરીએ, ખંભાળીયા અને ભાણવડ મામલતદારની કચેરીએ તેમજ તમામ પોલીસ સ્ટેશન કચેરીમાં જોઈ શકાશે. ખંભાળીયા તથા ભાણવડ તાલુકામાં આવા લાયસન્સ મેળવવા માટે કરવાની થતી અરજી નિયત નમુનામાં તમામ આધાર-પુરાવા સાથે નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, ખંભાળીયામાં રાઈડઝના સંભવિત ઉપયોગના ઓછામાં ઓછા ૧પ દિવસ અગાઉ કરવાની રહેશે. આધાર-પુરાવા વગરની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અને કોઈ પણ સંજોગોમાં માન્ય રાખવામાં આવશે નહીં તેમ નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ખંભાળીયાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh