Advertisement
Author: નોબત સમાચાર

મોટી બાણુંગારના આસામીને કરાઈ સજા

ચેક પરતના કેસમાં એક વર્ષની કેદઃ

જામનગર તા. ૧૭: જામનગરના દરેડના એક આસામીએ મોટી બાણુંગારના શખ્સ સામે રૃા.૧ લાખ ૯૦ હજારના ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેક રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરના દરેડમાં રહેતા રૂપેશ મૂળુભાઈ ગમારા પાસેથી મોટી બાણુંગાર ગામના પ્રવીણ મંગાભાઈ ચાવડીયાએ સંબંધ દાવે રૃા.૧ લાખ ૯૦ હજાર ઉછીના મેળવ્યા હતા અને પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાંથી નાણાના અભાવે પરત ફરતા રૂપેશ ભાઈએ નોટીસ પાઠવ્યા પછી કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પ્રવીણભાઈ મંગાભાઈ ચાવડીયાને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ ભગીરથસિંહ એલ. ઝાલા, કે.વી. રાજાણી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh