Advertisement
Author: નોબત સમાચાર

તબીબોની હડતાલથી સાર્વત્રિક સજ્જડ હડતાલઃ દર્દીઓ પરેશાન

કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ કરી હત્યાની ઘટના સામે દેશભરમાં આક્રોશઃ દેખાવો

નવી દિલ્હી તા. ૧૭: દર્દીઓ જેને ભગવાન માને છે, તેવા તબીબો કોલકાતામાં મહિલા તબીબ પર રેપ-મર્ડરના વિરોધમાં હડતાલ પર ઉતરી જતા ઠેર-ઠેર દેખાવો થઈ રહ્યા છે, તો બીજી તરફ દર્દીઓ પરેશાની ભોગવી રહ્યા છે.

કોલકાતાની એક સરકારી મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટરની હત્યા અને બળાત્કારના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનએ આજે દેશભરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ર૪ કલાકની હડતાલનું આહ્વાન કર્યું છે. ર૪ કલાકનો દેશવ્યાપી કામ બંધ અને ડોક્ટરો દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શન શનિવારે સવારે શરૂ થયો હતો.

તબીબી સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અને અકસ્માત વોર્ડ કાર્યરત રહેશે.

બહારના દર્દીઓના વિભાગો (ઓપીડી) કાર્ય કરશે નહીં અને વૈકલ્પિક શસ્ત્રક્રિયાઓ કરવામાં આવશે નહીં. ડોક્ટરોની હડતાલને કારણે દર્દીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે. હડતાલ સજ્જડ હોવાનું જાણવા મળે છે. દેશભરમાં તબીબી સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના ડોક્ટરોએ આજે સવારે છ વાગ્યાથી આવતીકાલ સવારે ૬ વાગ્યા સુધી ઓપીડી સેવા બંધ રાખવાનું એલાન આપ્યું છે. એટલે કે ર૪ કલાક સુધી બંધ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ દર્દીઓને હાલાકી ન પડે તેને લઈને ઈમરજન્સી સેવા ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પીડિતાને ન્યાય, દોષિતોને કડકમાં કડક સજા, તમામ હોસ્પિટલોને સેઈફ ઝોન જાહેર કરવા, આરામ કરવાની સુરક્ષિત જગ્યા નક્કી કરવા સહિતની પાંચ માંગણી આઈએમએ મૂકી છે.

આજે દેશભરમાં તમામ ખાનગી હોસ્પિટલો, દવાખાના બંધ છે, અને પહેલેથી જ સરકારી તબીબો હડતાલ ઉપર છે. આઈએમએ સાથે સંકળાયેલા તબીબો અને તેના સંગઠનો દેશભરમાં ઠેર-ઠેર સૂત્રોચ્ચાર સાથે વિવિધ પ્રદર્શનો કરી રહ્યા છે, તો દર્દીઓ ઠેર-ઠેર હેરાન-પરેશાન થઈ રહ્યા હોવાના દૃશ્યો પણ સર્જાયા છે. દર્દીઓ જેને 'ભગવાન' માન છે, તેઓ હડતાલ પર જતા પરેશાન થતા દર્દીઓ ભગવાનને યાદ કરી રહ્યા હોવાની કોમેન્ટ પણ થઈ રહી છે.

આઈએમએ-વડોદરાના પ્રેસિડેન્ટે ડોક્ટર કે કર્મચારીઓ પર હુમલો કરનાર સામે નોનબેલેબલ વોરંટ જારી કરવાની માંગણી કરી છે.

તપાસ-એક્શન ચાલુઃ કેન્દ્રનો નિર્દેશ

કોલકાતાની આરજી કેર હોસ્પિટલના ૧૦ તબીબો તથા ૧૯૦ નર્સીંગ સ્ટાફની અન્યત્ર બદલી કરવામાં આવી છે, અને સીબીઆઈ આજે સુરક્ષા કર્મીઓના નિવેદનો લઈ રહી છે. પૂર્વ પ્રિન્સિપાલ સીબીઆઈએ કસ્ટડીમાં લઈ લીધા છે.

બીજી તરફ કેન્દ્ર સરકારે હેલ્થવર્કર્સ પર હુમલો થાય તેવા કિસ્સામાં ૬ કલાકમાં એફઆઈઆર કરવાના નિર્દેશો આપ્યા છે.

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં

સરકારી તબીબોની હડતાલનો આજે બીજો દિવસઃ દર્દીઓ પરેશાન

કોલકાતાના મહિલા તબીબ ઉપર દુષ્કર્મ અને તેની હત્યાના બનાવ પછી તબીબો ગઈકાલથી હડતાલ ઉપર ઉતરી ગયા છે. આજે હડતાલનો બીજો દિવસ છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં રેસી., જુનિયર અને ઈન્ટર્ની તબીબો ગઈકાલથી હડતાલ ઉપર ઉતરી જતા આરોગ્ય સેવાને અસર થવા પામી છે. દર્દીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માત્ર સિનિયર પ્રોફેસરો ફરજમાં હાજર હોવાથી દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ હડતાલ અચોક્કસ મુદ્તની હોવાથી ક્યારે પૂર્ણ થશે તેનું નક્કી નથી. આથી દર્દીઓની હાલાકી ક્યારે દૂર થશે તેનો પણ કોઈ પાસે જવાબ નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh