Advertisement
Author: નોબત સમાચાર

ગ્રાહકોને રૃા.૩૭ લાખનો ધૂમ્બો મારનાર સોની વેપારી ઝબ્બેઃ સાડા પાંચ લાખનો મુદ્દામાલ કબજે

આરોપીને રિમાન્ડ પર લેવાની હાથ ધરાઈ તજવીજઃ

જામનગર તા. ૧૭: જામનગરના ચાંદી બજારમાં આવેલા બુગદામાં દુકાન ધરાવતા એક વેપારીએ હપ્તેથી દાગીના બનાવી આપવાની વાત કરી ગ્રાહકો પાસેથી એડવાન્સ રકમ લેવા ઉપરાંત જૂના દાગીનામાંથી નવા દાગીના બનાવી લેવા માટે જૂના દાગીના મેળવી લઈ રૃા.૩૭,૮૫,૬૫૦નો ધૂમ્બો મારી પોબારા ભણ્યા હતા. આ શખ્સને પોલીસે દબોચી લઈ રૃા.સાડા પાંચેક લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે અને આ શખ્સને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી છે.

જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલા બુદગામાં વર્ષાેથી ક્રિષ્ના જવેલર્સ નામની દુકાન ચલાવતા મનિષ ચંદુભાઈ નાંઢા નામના વેપારીએ પોતાના ગ્રાહકોને હપ્તેથી દાગીના બનાવી આપવાની લાલચ બતાવી રોકડ રકમ મેળવી લેવા ઉપરાંત જૂના દાગીનામાંથી નવા દાગીના બનાવી આપવાનું કહી સોનાના જૂના દાગીના મેળવી લઈ દોઢેક મહિલા પહેલા પોબારા ભણ્યા હતા.

તેના ગ્રાહકો પૈકીના સુનિતાબેન અશોકભાઈ નામના મહિલાએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે, તેમના સહિતના અગિયાર ગ્રાહકના આ વેપારી રૃા.૩૭,૮૫,૬૫૦ ની રકમના દાગીના, રોકડનો ચૂનો લગાવી ગયો છે.

ઉપરોક્ત ગુન્હાની તપાસ સિટી એ ડિવિઝનના પીઆઈ નિકુંજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એન. રાઠોડ તથા સ્ટાફે શરૂ કર્યા પછી આરોપી તેના ઘરે પણ ન હોવાનું ખૂલ્યું હતું અને તેની ન્યુ ક્રિષ્ના જવેલર્સ નામની દુકાન પણ બંધ જોવા મળી હતી. તે ઉપરાંત આ વેપારીએ ગ્રાહકોને આપેલા જુદા જુદા પાંચ મોબાઈલ નંબર પણ સંપર્ક વગર થઈ ગયા હતા. તે પછી પણ પોલીસે આરોપીને દબોચી લેવા માટે બાતમીદારોને હરકતમાં લાવી દીધા હતા.

તે દરમિયાન મનિષ નાંઢા અંગે માહિતી મળતા આજે તેને પોલીસે દબોચી લીધો છે. તેના કબજામાંથી રોકડ તથા દાગીના મળી રૃા.સાડા પાંચેક લાખનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે. આ શખ્સને રિમાન્ડ પર લેવા માટે પીઆઈ એન.એ. ચાવડા દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh