Advertisement
Author: નોબત સમાચાર

અનિશ્ચિત કાળની સરકારી ડોકટરોની હડતાલ કેટલી વ્યાજબી ?

ડોકટરોએ માનવીજવનના મુલ્યો અને માનવસેવા ધર્મને ધ્યાને રાખવા જરૂરીઃ

દરેક ઘરમાં ભગવાને અવતાર ન લેવો પડે તે માટે માં નું સર્જન કર્યું. માતા જીવન આપે છે તો ડોકટર લોકોને નવજીવન આપવામાં નિયત બને છે. જેમના પર ઈશ્વરની અપાર કૃપા હોય તે લોકો જ આજના અતિ સ્પર્ધાત્મક યુગમાં ડોકટર બને છે અને તેને માનવજીવનની રક્ષા કરવાના આશિર્વાદ પ્રાપ્ત થાય છે.

ડોકટરો પ્રત્યે સમાજમાં પોતાના ઈષ્ટદેવ જેવો અહોભાવ અને વિશ્વાસ હોય છે અને નાનું ગામડું હોય કે કોસ્પોપોલીટન મેગા સિટી હોય ડોકટરનું સ્થાન લોકોના હ્યદયમાં કાયમ માટે સન્માન સાથે પ્રસ્થાપિત થયેલું છે.

તાજેતરમાં બંગાળમાં મહિલા ડોકટર સાથેના જધન્ય કૃત્ય સામે ડોકટર જગતમાં જ નહીં સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો સાથે આક્રોશ વ્યક્ત થઈ રહ્યા છે. આવા કૃત્ય કરનારા ગુન્હેગારોને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે. આવો વિરોધ, આક્રોશ જરૂરી છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં નિષ્ફળતા સામે વિરોધ થાય તે સ્વાભાવિક છે. ડોકટરો પર હુમલા, મહિલા ડોકટરો પર અભીચાર, બળાત્કાર જેવી ઘટનાઓ વધી રહી છે. ત્યારે ડોકટરો માટે ખાસ પ્રકારનો વિશેષ દરજજો આપતા ડોકટર પ્રોટેકશન એકટ અલમાં લાવવાની માંગણી પણ એટલી જ વ્યાજબી, અને જરૂરી છે.

પણ... ડોકટરોનો વિરોધ કે આક્રોશ હડતાલના સ્વરૂપમાં અને તે પણ અનિશ્ચિત કાળની હડતાલના સ્વરૂપમાં વ્યક્ત કરવાની બાબત ચિંતાજનક બની રહી છે.

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોના રેસીડેન્ટ ડોકટરો સહિતના ડોકટરોએ અનિશ્ચિત કાળની હડતાલની જાહેરાત કરતાં સરકારી હોસ્પિટલો/દવાખાનામાં નાની-મોટી સારવાર, ઓપરેશન માટે આપતા લાખ્ખો ગરીબ દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેમાં વળી આઈએમએના ખાનગી ડોકટરોએ પણ હડતાલની જાહેરાત કરી છે (જો કે કદાચ તેમની હડતાલ એક દિવસ માટે જ છે), તો દર્દી જાય ક્યાં ?

બંગાળમાં ઘટના થઈ તેના કારણે આક્રોશ-વિરોધ પ્રદર્શનોને રાજકિય હવા મળી છે.બંગાળમાં મમતા બેનર્જીનું શાસન પક્ષા-પક્ષીના કારણે સતત વિવાદમાં રહ્યું છે. ત્યારે બંગાળમાં મહિલા ડોકટર સાથે થયેલા અત્યાચારને દેશવ્યાપી અતિ મોટું સ્વરૂપ મળ્યું છે. તેની પાછળ પણ ખાસ કરીને ભાજપનું પીઠબળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અગાઉ દિલ્હીમાં નિર્ભયા કાંડ થયું અને કેન્દ્ર સરકાર ભારે મુસીબતમાં ફસાઈ ગઈ હતી. દેશભરમાં કેન્ડલ માર્ચાે, દેખાવો થયા હતાં તેવી જ હાલત અત્યારે જોવા મળી રહી છે.

આમ જુઓ તો ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં મહિલાઓ સગીર બાળાઓ ઉપર સમયાંતરે નાના-મોટા અત્યાચાર, બળાત્કાર, હત્યા જેવા ગુન્હાઓ બને છે. પણ આટલો વિરોધ કે આક્રોશ જોવા મળતો નથી...! પણ આ તો સમાજમાં સન્માનજનક એવા ડોકટર અને તેમાંય મહિલા ડોકટર પર અત્યાર થયો તે ઘટનાની ગંભીરતા વિશેષ ગણી શકાય...! તેમ છતાં તમામ ડોકટરોએ માનવ જીવનની સેવા કરવાના ઈશ્વરીય વરદાનને ધ્યાને રાખીને તેમનો વિરોધ દર્શાવવાનું ભલે ચાલુ રાખો, પણ ફરજ પર હાજર થઈ જાય, દર્દીઓની સેવા કરવા માટે અનિશ્ચિત મુદ્દતની હડતાલ સમેટી લ્યે તે અત્યંત જરૂરી છે... રાજકારણ અને માનવ જીંદગીના મૂલ્યો, માનવ સેવાની રજ અલગ અલગ બાબતો છે, એટલી સતબુધ્ધિ ઈશ્વર સૌ કોઈને આપે તેવી અપેક્ષા...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh