Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ખાનગી દવાખાના-હોસ્પિટલોના શટર બંધઃ દર્દીઓ હેરાન-પરેશાન

કોલકાતામાં મહિલા તબીબ પર મર્ડર-રેપના વિરોધમાં સરકારી તબીબો પછી આઈએમએના એલાન મુજબ

કોલકાતામાં તબીબ ઉપર દુષ્કર્મ અને તેણીની હત્યાના અપરાધ પછી ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે એક દિવસની હડતાલનું એલાન આપ્યું છે. જેમાં જામનગર આઈએમએ પણ જોડાયું છે. આજે જામનગરના તમામ ખાનગી તબીબો હડતાલમાં જોડાતા આજે નગરના તમામ ખાનગી દવાખાના હોસ્પિટલો, ક્લિનિકો બંધ રહ્યા અને પરિણામે જામનગરમાં અનેક દર્દીઓ આજે પરેશાન થઈ ગયા હતાં, કારણ કે ખાનગી તબીબો ઉપરાંત સરકારી હોસ્પિટલના તબીબોની પણ હડતાલ ચાલુ છે. પરિણામે દર્દીઓની હાલત કફોડી બની છે, અને પ્રસ્તુત તસ્વીરમાં શહેરના ખાનગી દવાખાના, હોસ્પિટલોને તાળા લટકતા અને દરવાજા બંધ હોય તેમ જોવા મળી રહ્યા છે. આ હડતાલ આજના દિવસ પૂરતી જ છે. આવતીકાલે સવારે ૬ વાગ્યે હડતાલ પૂર્ણ થતા અહિં રાબેતા મુજબ કામગીરી થશે. આમ સમગ્ર તબીબી આલમમાં રોષ ભભૂકી રહ્યો છે અને ચોતરફ બનાવની નિંદા થઈ રહી છે. આ તમામ તબીબો મેડિકલ કોલેજ કેમ્પસમાં એકત્ર થયા હતાં અને રોષ પ્રગટ કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh