Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની એક બેકરીના પફમાં નીકળ્યો વાંદો!: ફૂડ શાખા દોડી

કાપડના વેપારીએ ત્રણ પફ મંગાવ્યા હતાં

જામનગર તા. ૧૭: જામનગરમા ખાદ્ય પદાર્થોમાંથી સમયાંતરે જીવજંતુ નિકળવાનો બનાવો બની રહ્યા છે ત્યારે ગઈકાલે ફરી વખત આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

જામનગરમાં ટાઉનહોલ પાસેના કાપડના એક શો રૂમના સંચાલકો દ્વારા ગઈકાલે રાજલક્ષ્મી બેકરીમાંથી પફ મંગાવી ખાધા હતાં કુલ ત્રણ પફ મંગાવ્યા હતાં. તેમાં એક પફમાંથી મૃત વાંદો નીકળતા દેકારો બોલી ગયો હતો. આ અંગે ગ્રાહક દ્વારા જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખામાં ફરિયાદ કરવામાં આવતા ફૂડ ઈન્સ્પેકટર્સ દ્વારા રાજલક્ષ્મી બેકરી અને તેના હાપામાં આવેલા ઉત્પાદન યુનિટમાં તપાસ કરી તેના માલિકોની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે તેમણે એવો જવાબ આપ્યો હતો કે અમારા ઉત્પાદન યુનિટમાં ખૂબ જ કાળજી રાખવામાં આવે છે જો કે ફૂડ શાખાએ તેને માન્ય રાખ્યો ન હતો અને તપાસ ચાલુ કરી છે મળતી માહિતી મુજબ ઉત્પાદકને દસ હજારનો દંડ કરવામાં આવશે. જ્યારે કેટલાક દિવસનું ઉત્પાદન પણ બંધ કરાવવા વિચારણા ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh