Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ખાનગી તબીબોએ એમ.પી.શાહ મેડિકલ કોલેજ કેમ્પસમાં કર્યુ વિરોધ પ્રદર્શન

કોલકતામાં મહિલા ડોકટર પર રેપ-હત્યાના જધન્ય કૃત્ય સામે ભભૂક્યો રોષઃ આઈએમએ દ્વારા ર૪ કલાકની હડતાલઃ તબીબી આલમમાં આક્રોશઃ

કોલકતામાં ડોકટર ઉપર બળાત્કાર અને ત્યાર પછી હત્યાનો જધન્ય અપરાધથી તબીબી આલમમાં રોષ ભભૂકી ઉઠયો છે. આઈએમએ દ્વારા આજની એક દિવસની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. જામનગરમાં તમામખાનગી હોસ્પિટલ દવાખાનાં આજે બંધ છે અને તમામતબીબોએ મેડીકલ કોલેજ કેમ્પસમાં એકત્ર થઈને સુત્રોચ્ચાર કર્યા હતાં. ખાલી ઈમરજન્સી સેોા ચાલુ રાખવામાં આવી છે. આઈએમએનાં જામનગરનાં ડો. ધવલ તલસાણીયા તથા સેક્રેટરી ડો. કૃણાલ મહેતાનાં નિવેદનમાં જણાવ્યું છે કે, આ પ્રકારની અમાનવીય ઘટનાઓ સમાજમાં બને નહીં તે માટે તાત્કાલીક ન્યાય મળવો જોઈએ નેશનલ આઈએમએનાં પૂર્વ વાઈસ પ્રેસીડેન્ટ ડો. વિજય પોપટ જણાવે છે કે, ડયુટી પર રહેલ એક આશાસ્પદ યુવતિ અને સમાજની ડોકટર દિકરીનું આ રીતે મૃત્યુ અને તેની સામે અમાનવીય કૃત્ય અત્યંત શરમજનક અને ધૃણાસ્પદ છે. સમાજમાં આ બાબતે જાગૃતિની અત્યંત જરૂરીયાત છે. નેશનલ આઈએમએનાં નિર્ણય સામે જામનગર આઈએમએ સહમત થઈ અને ર૪ કલાક બંધમાં જોડાયા છે. જામનગર આઈએમએનાં વાઈસ પ્રેસીડેન્ટ ડો. દિનકર સાવરીયા અને ડો. હિતાર્થ રાજાએ ૫ણ સમાજનાં વ્યક્તિઓ, શ્રેષ્ઠીઓ આ બાબત ધ્યાનમાં લે અને યોગ્ય અવાજ મળે તેવા પ્રયત્નો કરે તે જરૂરી છે. આજે જામનગરનાં તમામખાનગી દવાખાના, ક્લીનીકો, હોસ્પિટલોએ બંધ પાડયો છે. આમસામુહિક હડતાલ પાડી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh