Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમર્પણ હોસ્પિટલ અને નયારા કંપની દ્વારા
જામનગર તા. ૧૭: જામનગર જ નહીં, પરંતુ સમગ્ર હાલારમાં સારી લોકચાહના મેળવનાર જાણીતા અને સફળ સિનિયર ફિઝિયોથેરાપીસ્ટ ડો. હર્ષિત જે. મહેતા જામનગરવાસીઓ માટે લાવ્યા છે. આશાનું એક નવું કિરણ.
જામનગરમાં કબિર આશ્રમ સંચાલિત સમર્પણ જનરલ હોસ્પિટલમાં તેઓ નિયમિતપણે લાંબા સમયથી પોતાની સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ નયારા એનર્જી કંપનીના હેલ્થ વિભાગમાં ફિઝિયો કન્સલ્ટન્ટ તરીકે પણ સેવા આપે છે. હવે તેઓ વધુ આસાનીથી લોકોને મળી શકશે અને તે પણ નવી સાધન-સુવિધા સાથે.
જામનગરમાં ખોડિયાર કોલોની માર્ગ ઉપર આવેલ સેન્ટ્રોઈડ લક્ઝુરિયાની એ-૧ વીગમાં ચોથા માળે ૪૧૦ નંબર યુનિટમાં તેમના દ્વારા શહેરીજનો એક અદ્યતન ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કર્યું છે. રૂટીન ફિઝિયોથેરાપી ઉપરાંત ખાસ કરીને ખભ્ભાની ઈજાઓ અને સ્પોર્ટસ (રમતગમત) માં થતી કોઈપણ પ્રકારની ઈજાની સારવારમાં નિપૂણતા ધરાવે છે. તેમના આ સેન્ટર 'કેર ફિઝિયો વર્લ્ડ'માં તમામ જરૂરી સાધનો ઉપલબ્ધ છે.
જામનગરમાં ખાનગી સેન્ટરમાં ડીકમ્પ્રેશન થેરાપી (ડી.સી.ટી.) મશીનથી સારવારની સુવિધા કદાચ પ્રથમ વખત રજૂ કરી છે. તેમનું આ સેન્ટર સોમવારથી શનિવાર દરમિયાન સવારના ૯ થી રાત્રિના ૮ વાગ્યા સુધી સતત સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial