Advertisement
Author: નોબત સમાચાર

દોરી પર સૂકવેલા કપડા લેવા જતાં દ્વારકામાં યુવાનને લાગ્યો વીજશોક

લીવરની બીમારીથી પીડાતા શ્રમિકનું મૃત્યુઃ

જામનગર તા. ૧૭: જામનગર નજીક દરેડમાં વસવાટ કરતા એક પરપ્રાંતિય શ્રમિક લીવરની બીમારીથી પીડાતા હતા. તેઓ પાંચેક દિવસથી બીમાર પડ્યા પછી બેશુદ્ધ બન્યા પછી મોતની ગોદમાં સરી ગયા છે. જ્યારે દ્વારકામાં દોરી પર સૂકવેલા કપડા લેવા જતા એક ધોબી યુવાનને વીજ આંચકો ભરખી ગયો છે.

જામનગર નજીકના દરેડમાં એક ખોલીમાં વસવાટ કરતા મૂળ ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લાના દીયોની ગામના વતની હોરીલાલ ટીકારામ મૌર્ય (ઉ.વ.૪૦) નામના શ્રમિક ચારેક દિવસથી બીમાર પડી ગયા હતા. લીવરની બીમારીથી પીડાતા આ યુવાન ગુરૂવારે સવારે પોતાની ખોલીમાં બેભાન બની ગયા પછી તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ થયું છે. મહેશ અનોખેલાલ મૌર્યએ પોલીસને જાણ કરી છે.

દ્વારકા શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાં ધોબી કામની દુકાન ચલાવતા અને જલારામ નગરમાં રહેતા મુકેશભાઈ નાગજીભાઈ સોલંકીનો પુુત્ર ગૌરાંગ (ઉ.વ.ર૧) ગઈકાલે સવારે પોતાની દુકાને કામ કરતો હતો ત્યારે એક દોરી પર સૂકવેલા કપડા લેવા જતી વખતે તેને વીજ આંચકો લાગ્યો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પિતાએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh