Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ દ્વારા તપાસનો ધમધમાટઃ અનૈતિક સંબંધની શક્યતા પણ તપાસના લક્ષમાં:
જામનગર તા. ૧૭: જામનગર નજીકના નાઘેડી ગામમાં ઝૂંપડું વાળીને રહેતા એક ચારણ યુવાનની ગુરૂવારની રાત્રિએ કોઈ હથિયારથી હુમલો કરી અજાણ્યા શખ્સે હત્યા નિપજાવ્યા પછી પુરાવાનો નાશ કરવા મૃતદેહ સળગાવ્યો હતો. આ હત્યા અંગે ગુન્હો નોંધ્યા પછી પોલીસે અનૈતિક સંબંધ સહિતના કારણો નજરમાં રાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા નાઘેડી ગામ પાસે કબીર લહેર તળાવ નજીક ઝૂંપડું વાળીને કિશોરભાઈ ધાનસુરભાઈ સુમાત અને તેમના પત્ની તેમજ છ વર્ષની પુત્રી વસવાટ કરે છે. આ પરિવાર ગુરૂવારે રાત્રે ભોજન લીધા પછી સૂવા માટે ગયો હતો. જેમાંથી કિશોરભાઈ (ઉ.વ.૩૬) ખાટલો ઢાળીને ઝૂંપડાની બહાર સૂતા હતા જ્યારે ઝૂંપડામાં તેમના પત્ની તથા પુત્રી નિદ્રાધીન થયા હતા
તે દરમિયાન ગઈકાલે સવારે છએક વાગ્યે ત્યાંથી કોઈ વ્યક્તિ પસાર થયા હતા. ત્યારે તેઓએ ખાટલા પર કિશોરભાઈને સળગી ગયેલી હાલતમાં જોઈને તરત જ અંદર જઈ કિશોરભાઈના પત્નીને જગાડવા ઉપરાંત કિશોર ભાઈના નાનાભાઈ પૂનાભાઈ સુમાતને વાકેફ કર્યા હતા.
દોડી આવેલા પૂનાભાઈ તથા કિશોરભાઈના પત્નીએ રડારોળ કરી હતી. પોલીસને જાણ કરવામાં આવતા પંચકોશી બી ડિવિઝનના પીએસઆઈ સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફ પણ દોડી ગયા હતા. એસપી પ્રેમસુખ ડેલુને વિગતો અપાતા તેમની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધા તથા એલસીબી અને એસઓજી સ્ટાફ પણ ધસી ગયો હતો.
સ્થળ પર જઈ પોલીસે ચકાસણી કરતા ખાટલા પર કિશોરભાઈનો સળગી ગયેલો મૃતદેહ જોવા મળ્યો હતો. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી મૃતકના ભાઈ પૂનાભાઈ સુમાતનું નિવેદન નોંધ્યું છે અને અજાણ્યા શખ્સ સામે કિશોરભાઈની હત્યા કરી નાખવા અંગે ગુન્હો નોંધ્યો છે.
હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે શરૂ કરેલી તપાસમાં ગુરૂવારે મોડીરાત્રે કિશોરભાઈ જ્યારે નિદ્રાધીન હતા ત્યારે કોઈ શખ્સ આવી ચઢ્યો હોવાની અને તેણે જવલનશીલ પ્રવાહી છાંટી કિશોરભાઈને સળગાવ્યાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે બાતમીદારોને એક્ટિવેટ કર્યા છે અને આ બનાવ પાછળ અનૈતિક સંબંધ હોવાની પણ આશંકા સેવી તે દિશામાં તપાસ આગળ ધપાવી છે. આજે સવારે સ્થળ પર ડોગ સ્કવોડને લઈ જઈ પોલીસે આરોપીના સગડ દબાવ્યા છે.
ઉપરોક્ત હત્યાના બનાવે ભારે ચકચાર પ્રસરાવી છે ત્યારે કેટલાક વ્યક્તિઓને પોલીસે પૂછપરછ માટે બોલાવી મંગાવ્યા છે. તેઓની કરાઈ રહેલી પૂછપરછમાં ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલાઈ જશે તેવી આશા છે. મૃતદેહના શરીર પર નાકથી કપાળ સુધી અને કપાળથી માથાના ભાગ સુધીમાં કોઈ હથિયાર વડે કરાયેલી ઈજા જોવા મળી રહી છે. તે પછી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને સળગાવાયો હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial