Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા

પટેલનગર, ધ્રોલ તથા જામજોધપુરમાંથી અગિયાર ઝબ્બેઃ

 જામનગર તા. ૧૭: જામનગરના પટેલનગરમાં ગઈકાલે ગંજીપાનાથી જુગાર રમતા ચાર શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે મોટી લાખાણીમાંથી સાત શખ્સ તીનપત્તી રમતા ઝડપાયા હતા. ઉપરાંત જામજોધપુર અને ધ્રોલમાંથી સાત પત્તાપ્રેમીની પોલીસે ધરપકડ કરી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર પટેલનગરની શેરી નં.૩માં ગઈરાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમતા પ્રશાંતભાઈ જયંતિભાઈ ગોહિલ, જયદીપ રમેશભાઈ ઢાકેચા, લાલજીભાઈ મનજીભાઈ વાઘેલા, મનોજ જયંતિભાઈ રાઠોડ નામના ચાર શખ્સ રૃા.૧૦૬૦૦ રોકડા સાથે પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા.

જામનગરના મોટી લાખાણી ગામમાં ગઈરાત્રે તીનપત્તી રમતા શક્તિસિંહ લખુભા જાડેજા, કૃષ્ણપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, કૃષ્ણપાલસિંહ બળવંતસિંહ જાડેજા, મહાવીરસિંહ સતુભા જાડેજા, જાડેજા જયપાલસિંહ રામસિંહ, હરપાલસિંહ હકુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ સબળ સિંહ જાડેજા નામના સાત શખ્સને પોલીસે રૃા.૧૩,૩૫૦ સાથે પકડી પાડ્યા હતા.

જામજોધપુરમાં રેલવે સ્ટેશન પાસે ઝાડ નીચે ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા મહેશભાઈ માધવજીભાઈ ભાલોડીયા, મહેન્દ્રભાઈ અમરદાસ હરીયાણી, હસમુખ ભાઈ મોહનગીરી ગોસ્વામી, ભરતભાઈ ભગવાનજી હિંગરાજીયા નામના ચાર શખ્સ પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા. રૃા.૧૦૨૪૦ કબજે કર્યા છે.

ધ્રોલ શહેરની વાળંદ શેરીમાં ગઈરાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે રોનપોલીસ રમતા અકરમશા હમીદશા શાહમદાર, શાહનવાઝ ફારૂક નાગાણી, સોયબ સતાર ડોસાણી નામના ત્રણ શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. રૃા.૧૦૧૫૦ કબજે થયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh