Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈ જાનહાનિ નહીં: રેલવે મંત્રીના નિવેદનથી અટકળો તેજઃ
નવી દિલ્હી તા. ૧૭: વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલવે મંત્રીએ કહ્યું કે ટ્રેનમાં ઘણાં નિશાન જોવા મળ્યાછે, પુરાવા સાચવી રાખવામાં આવ્યા છે. બીજી તરફ ષડ્યંત્રની આશંકાથી તપાસનો ધમધમાટ શરૂ થતા ટૂંક સમયમાં મોટી કાર્યવાહી થવાની અટકળો તેજ થઈ ગઈ છે.
યુપીના કાનપુરમાં ગઈકાલે રાત્રે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. સાબરમતી એક્સપ્રેસ (વારાણસીથી અમદાવાદ, ટ્રેન નં. ૧૯૧૬૮) કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે પાટા પરથી ઉતરી ગઈ હતી, જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
અકસ્માત પછી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન પણ સામે આવ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટ કરીને કહ્યું કે, આજે સવારે ર-૩પ વાગ્યે, સાબરમતી એક્સપ્રેસ (વરાણસીથી અમદાવાદ) નું એન્જિન ટ્રેક પર મૂકેલી વસ્તુ સાથે અથડાયું અને કાનપુર નજીક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. ટ્રેન પર ઘણાં નિશાન મળી આવ્યા છે. પુરાવા સાચવી રાખવામાં આવ્યા છે. આઈબી અને યુપી પોલીસ પણ આઅંગે કામ કરી રહી છે. મુસાફરો કે સ્ટાફને કોઈ ઈજા થઈ નથી. અમદાવાદની આગળની મુસાફરી માટે મુસાફરો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાકેશ વર્માએ કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના અકસ્માત સ્થળનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે જણાવ્યું કે રર બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. એક મુસાફરે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે જેવી ટ્રેન કાનપુર રેલવે સ્ટેશનથી નીકળી કે તરત જ અમે જોરદાર અવાજ સાંભળ્યો અને કોચ ધ્રૂજવા લાગ્યો. હું ખુદ ડરી ગયો હતો પણ ટ્રેન ઊભી રહી ગઈ.
ઘણી ટ્રેનો રદ્ કરવામાં આવી છે, તે મુજબ ૦૪૧૪૩ (ખજૂરાહો-કાનપુર સેન્ટ્રલ) તા. ૧૭-૮-ર૦ર૪ થી શરૂ થતી મુસાફરી બાંદામાં આંશિક રીતે રદ્ કરવામાં આવશે. (ર) ૦૪૧૪૪ (કાનપુર સેન્ટ્રલ-ખજૂરાહો) ૧૭.૦૮-ર૦ર૪ ના બાંદાથી શરૂ થશે. જ્યારે (૧) ૦પ૩ર૬ (લોકમાન્ય તિલક ટર્મ-ગોરખપુર) પ્રવાસની શરૂઆત તા. ૧૬-૮-ર૦ર૪, વીરાંગના લક્ષ્મી બાઈ ઝાંસી, ગ્વાલિયર, ભીંડ, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ થઈને જશે.
પ. બંગાળમાં બીજી દુર્ઘટના
બીજી દુર્ઘટના પણ પશ્ચિમબંગાળના સેલિગુડી-રંગા પાણીમાં થઈ હતી. આ અકસ્માત એક ખાનગી યાર્ડમાં થયો હતો, જ્યાં ઈંધણ લઈ જતી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. મોડી રાત્રે સિલીગુડી-રંગા પાણી વિસ્તારમાં માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. માલગાડી ઈંધણ લઈ જતી હતી.
રેલવેનું કહેવું છે કે આ અકસ્માત ખાનગી યાર્ડમાં થયો હતો. આવી સ્થિતિમાં તેને રેલવે મંત્રાલય સાથે કોઈ લેવા દેવા નથી. આ પહેલા પણ ૧પ દિવસ પહેલા રંગા પાણીમાં વધુ એક માલગાડી પાટાપરથી ઉતરી ગઈ હતી. આ વર્ષે જૂન મહિનામાં આ જ વિસ્તારમાં કંચનજંગા એક્સપ્રેસનો અકસ્માત થયો હતો. જેમાં ઘણાં લોકોના મોત થયા હતાં અને ઘણાં લોકો ઘાયલ થયા હતાં. અહીં ર મહિનામાં ત્રણ ટ્રેનો અકસ્માતનો ભોગ બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial