Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તથા કલ્યાણપુર તાલુકામાં વીજ ચેકીંગમાં ૪૨ લાખની ચોરી મળી

૪૩ ટૂકડીએ હાથ ધર્યું હતું વીજ ચેકીંગઃ

જામનગર તા. ૧૭: જામનગરની પીજીવીસીએલ કચેરી દ્વારા શરૂ કરાયેલી વીજ ચેકીંગ કાર્યવાહી અંતર્ગત ગઈકાલે જામનગર તાલુકાના ગામો તથા કલ્યાણપુર તાલુકાના ગામોમાંથી રૃા.૪૨ લાખ ૯૮ હજારની વીજચોરી ઝડપાઈ ગઈ છે. જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા વીજચોરી પકડી પાડવા માટે શરૂ કરવામાં આવેલા ચેકીંગ અંતર્ગત ગઈકાલે ૪૩ ટૂકડીઓ જામનગરના હાપા, ધુંવાવ, સચાણા, બાલાચડી, જાંબુડા, દરેડ, ધોરીવાવ સહિતના ગામોમાં ધસી ગઈ હતી. તે ઉપરાંત કલ્યાણપુર તાલુકાના સતાપર, ઉદેપર, કાટકોલા, જસાપર વગેરે ગામોમાં પણ વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ટૂકડીઓએ ૬૦૭ વીજ જોડાણ ચકાસ્યા હતા. જેમાંથી ૯૯ જોડાણમાં ગેરરીતિ મળી આવતા તેના ધારકોને રૃા.૪૨ લાખ ૯૮ હજારના પુરવણી બીલ આપવામાં આવ્યા હતા. આ ટૂકડીઓ સાથે સ્થાનિક પોલીસના ૧૮ જવાન અને ૧૪ એસઆરપી મેન સુરક્ષા માટે રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh