Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આવતીકાલે વિનામૂલ્યે
જામનગર તા. ૧૭: જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં. ૯ અને ૧૦ પરિવાર દ્વારા રવિવારે તા. ૧૮-૮-ર૪ ના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી ઈન્દુ મધુ હોસ્પિટલ તેમજ ડો. કે.એસ. મહેશ્વરી (મહેશ્વરી ઓર્થોપેડીક હોસ્પિટલ)ના સંયુકત ઉપક્રમે વિનામૂલ્યે સર્વરોગ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે.
જેમાં હાડકાના રોગોના નિષ્ણાંત ડો. કે.એસ. મહેશ્વરી, ડો. શાલિન મહેશ્વરી તથા ડો. રત્ના મહેશ્વરી (પેડીયાટ્રીક ઓર્થો. સર્જન) દ્વારા હાડકાના રોગોની તપાસ તથા માર્ગદર્શન આપવામાં આવશે.
કેલ્શીયમની ખામીને કારણે થતાં દુઃખાવા જેવા કે કમરના દુઃખાવા, ગોઠણના દુઃખાવા કે વારંવાર ફ્રેકચર થતું હોય તો તે માટે ફ્રી બોન ડેન્સીટી (હાંડકાની ઘનતા)ની તપાસણી કરવામાં આવશે.
આંખના વિવિધ રોગોના નિષ્ણાત ડો. અમીત મહેતા દ્વારા આંખના વિવિધ રોગોની તપાસ તથા માર્ગદર્શન આપવામાં આવશે. હૃદફ, ફેફસા, કીડની, મગજના રોગો તથા ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની સારવાર નિષ્ણાત ડો. ચેતન પટેલ દ્વારા વિવિધ રોગોની તપાસ તથા માર્ગદર્શન આપવામાં આવશે. કેન્સરના રોગોના નિષ્ણાત ડો. ભાર્ગવભાઈ ત્રિવેદી દ્વારા કેન્સરના રોગો અંગે જાગૃતિ તથા માર્ગદર્શન આપવામાં આવશે. દાંતના રોગના નિષ્ણાત ડો. ધ્યેય કેશોર દ્વારા દાંતના વિવિધ રોગોની તપાસ તથા માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરોકત કેમ્પ તા. ૧૮-૮-ર૪ રવિવારના ઈન્દુ મધુ હોસ્પિટલમાં સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી રાખવામાં આવેલ હોય. જેમાં ફ્રી બોન ડેન્સીટીની તપાસણી તથા બી.પી. તેમજ ડાયાબીટીસ ચેકઅપ કરવામાં આવશે. જેનો લાભ જામનગર શહેરની સર્વે જનતાએ લેવા ભાજપ વોર્ડ નં. ૯ અને ૧૦ પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial