Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાહન ચાલકોને સાવધાની રાખવા સંખ્થાની અપીલઃ
ખંભાળીયા તા. ૧૭: હાલ દ્વારકા જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ હોય તથા સૂર્ય બહુ ના નીકળતા ધાબળીયા વાતાવરણ અને રસ્તા ભીના હોય મોટા પ્રમાણમાં પશુઓ કોરા હોય તેવા રોડ પર બેસતા હોય ખંભાળીયાની એનિમલ કેર તથા ભાણવડની એનિમલ લવર્સ ગ્રુપ સંસ્થા દ્વારા રેડીયમ પટ્ટા પશુઓના ગળામાં બાંધવા છતાં રાત્રે તથા દિવસે નીકળતા ભારે વાહન ચાલકોમાં કોઈક દ્વારા બેદરકારીથી બેઠેલા પશુઓની બાજુઓથી નીકળવામાં પશુઓને ઘાયલ કરવા ઈજા કરવાનો રોજ એક-બે બનાવ બને છે.
ગઈકાલે ભાણવડ તાલુકામાં રસ્તા પર બેઠેલા એક નંદીના પગ પરથી એક ટ્રક ચાલકે ટ્રક ફેરવી દેતા આખો રોડ લોહી લોહી થઈ ગયો હતો તથા એનિમલ લવર્સ ગ્રુપના સદસ્યો દ્વારા આ નંદીને સારવાર આપી આશ્રય સ્થાને પહોંચાડાયો હતો.
એનિમલ લવર્સ ગ્રુપ તથા એનિમલ કેર્સના અશોકભાઈ ભટ્ટ, દેસુરભાઈ ધમા, અશોકભાઈ સોલંકી દ્વારા વાહન ચાલકોને રસ્તા પર બેસેલા પશુઓ પાસેથી વાહનો સાવધાનીથી કાઢવા અપીલ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial