Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આવતીકાલે
જામનગર તા. ર૪: હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજિત સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ આવતીકાલે તા. રપ-૧ર-ર૦રપ ના સવારે ૯-૩૦ વાગ્યે પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યો છે.
આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી સંબોધન કરશે.
આ સમારોહમાં હાલારના ખેલાડીઓ, રમતપ્રેમીઓ તથા આમ જનતાને પધારવા સાંસદે અનુરોધ કર્યો છે.
આ સાંસદખેલ મહોત્સવનો આરંભ ગત્ તા. ર૯-૮-ર૦રપ ના દિને કરવામાં આવ્યો હતો, અને ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થયું હતું. તા. ર૩-૯-ર૦રપ ના ઓશવાળ સેન્ટરમાં ખેલ મહોત્સવનો વિધિવત્ આરંભ થયો હતો.
તા. ૧૮/૧ર ના સંસદીય ક્ષેત્રના પ૦૦ થી વધુ સ્થળોએ ગ્રામ્ય અને વોર્ડ કક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા વિભાગમાં ર૬૭ ટીમોએ, પુરુષ વિભાગમાં ૧૦૭૬ ટીમોએ મળી કુલ ૧૩૪૩ ટીમોએ ભાગ લીધો હતો.
એકંદરે સમગ્ર ખેલ મહોત્સવમાં એથ્લેટિક્સ, કુસ્તી, વોલીબોલ, બાસ્કેટ બોલ, ખો-ખો, કબડ્ડી, નારગોલ, સંગીત ખુરશી જેવી સ્પર્ધાઓમાં ૩ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. ર,૩પ,૦૦૦ થી વધુ રજિસ્ટ્રેશન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial