Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમૂહ જનોઈ તથા રાંદલ માતાજીના લોટાની સાથે
જામનગર તા. ર૪: લોહાણા સગપણ માહિતી કેન્દ્ર-પોરબંદર દ્વારા રઘુવંશી પરિવારજનો માટે તા. ૧૪/૩ અને તા. ૧પ/૩ ના સમૂહલગ્નોત્સવ, સમૂહજનોઈ, રાંદલ માતાજીના લોટા, બ્લડ ડોનેશન તથા ડાયાબિટીસનો ચેકઅપ કેમ્પ પોરબંદરમાં યોજવામાં આવ્યો છે.
આ કાર્યક્રમો તા. ૧૪ થી ૧પ માર્ચ, ર૦ર૬ સુધી શેઠશ્રી ભાણજી લવજી લોહાણા મહાજન વાડી, ભદ્રકાલી રોડ, પોરબંદરમાં રાખવામાં આવ્યા છે.
આ કાર્યક્રમોના મુખ્ય યજમાન સ્વ. મીનાબેન વિજયભાઈ લાખાણી હસ્તે વિજયભાઈ ધીરજલાલ લાખાણી અને ચિંતનભાઈ વિજયભાઈ લાખાણી (જામરાવલવારા) છે.
બહારગામ તથા વિદેશમાં રહેતા શ્રદ્ધાળુ રઘુવંશી પરિવારો પણ રાંદલ માતાજીના લોટા નોંધાવી તેમની બાધા-આખડી-માનતા પૂરી કરી શકે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માગતા જ્ઞાતિજનોએ તા. ૩૧/૧-ર૦ર૬ સુધીમાં નામ નોંધાવાના રહેશે. માહિતી પત્રિકા તથા ફોર્મ મેળવવા 'જલારામ' લખી મો. ૭૩૮૩૬ ૬૮૦૦૬ નંબર પર વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે. આ કાર્યમાં આર્થિક સહયોગ અને કરિયાવર આપવા તથા વધુ વિગત માટે સુરેશભાઈ બારાઈ મો. ૭૩૮૩૬ ૬૮૦૦ર, હરિશભાઈ પોપટ મો. ૯રર૮૩ ૮ર૯૪૪ અથવા હિતેષભાઈ ઉનડકટ મો. ૭૩૮૩૬ ૬૮૦૦૬ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial