Advertisement
Author: નોબત સમાચાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં નાયબ મામલતદારના ચૌદ દિવસના રિમાન્ડ માંગશે ઈડી

ગઈકાલે વહેલી સવારથી જ કેન્દ્રિય એજન્સીએ ધામા નાખ્યા હતાં:

                                                                                                                                                                                                      

સુરેન્દ્રનગર તા. ર૪: સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ઈડી દ્વારા ધરપકડ થઈ છે, અને હવે અદાલતમાં ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરાશે, તેમ જાણવા મળે છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડોના જમીન કૌભાંડની આશંકા વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાંબી પૂછપરછ અને સર્ચ ઓપરેશનના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે.

આજે ઈડીની ટીમ તેમને અમદાવાદ ગ્રામ્ય કોર્ટની વિશેષ અદાલતમાં રજૂ કરી વધુ તપાસ માટે ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરશે. મંગળવારે વહેલી સવારથી જ ઈડીની મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગલોરની ટીમોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા હતાં. રાજેન્દ્ર પટેલ (સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર), ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર) (ધરપકડ કરાઈ), મયુરસિંહ ગોહિલ (એનએ શાખાના ક્લાર્ક, જયરાજસિંહ જાડેજા કલેક્ટરના પીએ (લખતર સ્થિત નિવાસસ્થાન) અને ડી. ચેતન કણઝારિયા વકીલના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતાં.

સૂત્રોના જણાવ્યા અનુસાર જમીન સંપાદન અને બિનખેતી કરવાની પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાની અરજી ઈડીને મળી હતી. આ તપાસમાં ઈડી એ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. નોંધનિય છે કે, ઈડીની ટીમે તપાસ દરમિયાન એસીબીના અધિકારીઓ અને એક સોનીને પણ બોલાવ્યા હતાં, જે સંપત્તિ અથવા રોકડના મોટા વ્યવહારો તરફ ઈશારો કરે છે. જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને જ ઈડી ત્રાટકતા આખા જિલ્લાના સરકારી બાબુઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમગ્ર કેસમાં સૌથી શંકાસ્પદ પાસું એ છે કે, ઈડીના દરોડા પડ્યા તેના માત્ર ત્રણ દિવસ પહેલા જ કલેક્ટર રાજેન્દ્ર પટેલે અચાનક એનએ (બિનખેતી) શાખાને વિખેરી નાખી હતી. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી હતી.

હાલમાં ચંદ્રસિંહ મોરીને અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા ચાલુ છે. ઈડી દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓના આધારે આગામી દિવસોમાં અન્ય મોટા માથાની પણ ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh