Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાથીના દાંત... દેખાડવાના જુદા!
નવી દિલ્હી તા. ર૪: ગુજરાતની રાજધાની ગાંધીનગરથી દેશની રાજધાની દિલ્હી સુધી જેના પડઘા પડી રહ્યા છે, તે અરવલ્લી બચાવ અભિયાને સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી અરવલ્લીની પહાડીઓમાં ખનનની મંજુરીના મુદ્દે લોકો સડકો પર ઉતર્યા છે, અને તેના સંદર્ભે કેન્દ્ર સરકાર ફીફાં ખાંડી રહી છે, અને જો આ પર્વતમાળામાં ખનન થાય, તો ગુજરાતને તેને થનારી વિપરીત અસરો અને આખા દેશને થનારા પુરક નુક્સાનની ચર્ચાએ જોર પકડ્યું છે, અને આ મુદ્દો ટોક ઓફ ધ નેશન બન્યો છે.
વિકાસના બહાને વિનાશને નોતરતી હરકતોનો પર્દાફાશ થયા પછી એક તરફ કેન્દ્ર અને ભાજપ શાસિત રાજ્ય સરકારો બેકફૂટ પર છે, જ્યારે દેશભરમાં વિરોધનો વંટોળિયો ફૂંકાઈ રહ્યો છે.
જો આ પહાડીઓમાં ખનન થાય તો ગુજરાતની સરહદે દેખાતી નયનરમ્ય વનરાજી ભૂતકાળ બની જશે અને ખનનના કારણે હવાઈ, જળ અને ભૂમિ પ્રદૂષણ વધશે. રાસ્થાનના રણની રેતી ગુજરાતમાં ફેલાતા મેશ્વો અને સાબરમતી નદીઓ બુરાઈ જશે અને રાજ્યમાં નવું રણ ઉત્પન્ન થશે. આદિવાસી સંસ્કૃતિ અને વનોની ભવ્યતા નાશ પામશે અને ગુજરાતની રક્ષક દીવાલ (પ્રોટેક્શન વોલ) ની ગરજ સારતી અરવલ્લીની પહાડીઓના ખનન પછી રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પણ વધુ વકરશે, ઉત્તર ગુજરાતના જળાશયો ખાલી થઈ જશે અને ફળદ્રુપ જમીન બંજર થતું જશે, તેવી આશંકઓ વ્યક્ત થઈ રહી છે.
એવું કહેવાય છે કે, કેન્દ્ર સરકારે ૧૦૦ મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી અરવલ્લીની પહાડીઓમાં ખનનના મુદ્દે લીલીઝંડી આપી છે અને એવું થશે, તો અનેક પ્રકારના સવાલો અને સમસ્યાઓ ઊભી થશે, તેમ કહેવાય છે. બીજી તરફ કેન્દ્રિય પર્યાવરણ મંત્રીએ આ તમામ અહેવાલોને ભ્રામક ગણાવ્યા છે.
ભૂતકાળમાં પણ જ્યારે અરવલ્લી બચાવવાની માગ ઊભી થઈ, ત્યારે વર્ષ ૧૯૯ર ના નોટિફિકેશનથી કેન્દ્ર સરકારે કાનૂન બનાવીને લાગુ કર્યો હતો, હકીકતે ૧૦૦ મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી પહાડીઓ 'વિસ્તાર' નહીં ગણવાના સર્વોચ્ચ અદાલતના કોઈ નિર્ણયને ટાંકીને અને વિવિધ અર્થઘટનો કરીને અરવલ્લીની મોટાભાગની નીચી ઊંચાઈ ધરાવતી પહાડીઓ તથા તેના ગાઢ જંગલો પર ખતરો મંડરાઈ રહ્યો હોવાના તથા ખનિજ તથા વનમાફિયાઓ મનફાવે તેવા અર્ઘથટનો કરીને પર્યાવરણનું નિકંદન કાઢશે, તેવી ભીતિ સેવાઈ રહી છે. જોઈએ હવે કેન્દ્ર સરકાર શું કરે છે તે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial