Advertisement
Author: નોબત સમાચાર

વન-ડેમાં ૫૦ ઓવરમાં ૫૭૪ રનનો જંગી જુમલોઃ રેકોર્ડની હારમાળા

ભારતીય ડોમેસ્ટીક ક્રિકેટઃ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૨૪: ભારતીય ઘરેલુ ક્રિકેટ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફી ૨૦૨૫-૨૬ની શરૂઆત એક ઐતિહાસિક વિશ્વ રેકોર્ડ સાથે થઈ છે. બિહારની ક્રિકેટ ટીમે પોતાની પ્રથમ મેચમાં જ એવો તરખાટ મચાવ્યો કે લિસ્ટ એ ક્રિકેટના લગભગ ૫ દાયકાના ઈતિહાસના તમામ રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા. રાંચીમાં અરૂણાચલ પ્રદેશ સામે રમતા બિહારના બેટ્સમેનોએ ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૫૭૪ રનનો પહાડ જેવો સ્કોર ખડકી દીધો, જે લિસ્ટ એ ક્રિકેટનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.

બિહારની આ રેકોર્ડબ્રેક ઈનિંગ્સમાં ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી, યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીએ માત્ર ૮૪ બોલમાં ૧૬ ચોગ્ગાની મદદથી ૧૯૦ રનની વિસ્ફોટ ઈનિંગ રમી, તેને સાથ આપતા પીયુષ સિંહે ૬૬ બોલમાં ૭૭ રન બનાવ્યા. આ પછી, વિકેટ કીપર બેટ્સમેન આયુષ લોહારૂકાએ ૫૬ બોલમાં ૧૧૬ રન ફટકાર્યા. પરંતુ ખરી તબાહી તો કેપ્ટન સાકિબુલ ગનીએ મચાવી હતી. ગનીએ માત્ર ૪૦ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૧૨ ગગનચુંબી છગ્ગાની મદદથી ૧૨૮ રનની અવિશ્વસનીય ઈનિંગ રમી હતી.

૫૭૪/૬ એ લિસ્ટ એ ક્રિકેટના ઈતિહાસનો સર્વોચ્ચ ટીમ સ્કોર છે. આ પહેલા કોઈ ટીમે ૫૫૦ રનનો આંકડો પણ પાર કર્યો ન હતો.

લિસ્ટ એ ક્રિકેટમાં આ માત્ર બીજી વખત બન્યું છે જયારે કોઈ ટીમે ૫૦૦થી વધુ રન બનાવ્યા હોય, આશ્ચર્યની વાત એ છે કે બંને વખત સામે અરૂણાચલ પ્રદેશની ટીમ હતી. આ પહેલા ૨૦૨૨માં તમિલનાડુએ ૫૦૫ રન બનાવ્યા હતા.

આ જ મેચમાં કેપ્ટન સાકિબુલ ગનીએ ભારત માટે લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તેણે માત્ર ૩૨ બોલમાં પોતાની સદી પૂરી કરી. આ મામલે તેણે અનમોલપ્રીત સિંહ (૩૫ બોલ)નો રેકોર્ડ તોડયો. રસપ્રદ વાત એ છે કે, આ જ મેચમાં ૩૬ બોલમાં સદી ફટકારનાર વૈભવ સૂર્યવંશી હવે આ યાદીમાં ત્રીજા સ્થાને આવી ગયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh