Advertisement
Author: નોબત સમાચાર

બેંગલુરૂમાં એન્જિનિયર પતિએ પોતાની પત્નીને ચાર ગોળીઓ ધરબી દેતા અરેરાટી

હત્યા કરીને પોલીસમાં સરેન્ડર કર્યું

                                                                                                                                                                                                      

બેંગલુરૂ તા. ર૪: બેંગલુરૂમાં સોફ્ટવર એન્જિનિયર પતિએ બેંકમાં કામ કરતી પત્નીને ૪ ગોળીઓ ધરબી દેતા અરેરાટી વ્યાપી છે.

બેંગલુરૂથી એક હચમચાવી મુકતી ઘટના સામે આવી છે. અહીં મંગળવારે સાંજે એક ૪૦ વર્ષિય સોફ્ટવેર એન્જિનિયરે તેની અલગ રહેતી પત્નીને ગોળી મારી દીધી હતી, જેના કારણે તેનું મોત નિપજ્યું. ત્યારપછી એન્જિનિયરે ખુદ પોલીસ સ્ટેશનમાં જઈને સરેન્ડર કર્યું છે.

એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'પીડિતા ભૂવનેશ્વરી (ઉ.વ. ૩૯) યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની બસવેશ્વરનગર બ્રાન્ચમાં આસિસ્ટન્ટ મેનેજર હતી. તે કામ પરથી ઘરે પરત ફરી રહીહતી ત્યારે આરોપી બાલામુરૂગને તેને સાંજે ૬-૩૦ થી ૭ વાગ્યાની વચ્ચે મગાડી રોડ નજીક અટકાવી હતી. ત્યારપછી તેણે નજીકથી પિસ્તોલથી ફાયરીંગ કર્યું અને ૪ વોળીઓ ધરકી દીધી. ત્યારપછી તેને શાનબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલમાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવી.'

વર્ષ ર૦૧૧ માં લગ્ન કરનારા અને બે બાળકોના માતા-પિતા આ દંપતી લગ્નજીવનમાં અણબનાવ પછી છેલ્લા ૧૮ મહિનાથી અલગ રહેતું હતું. પોલીસે જણાવ્યું કે, 'આરોપીને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. તેનાથી દૂર રહેવાના પ્રયાસમાં ભૂવનેશ્વરી છ મહિના પહેલા વ્હાઈટફિલ્ડથી રાજાજીનગર શિફ્ટ થઈ ગઈ હતી, જો કે બાલામુરૂગને તેનો એડ્રેસ જાણી લીધો અને તેના પર નજર રાખવા માટે ચારમહિના પહેલા કેપી અગ્રહારા પોલીસ લિમિટ હેઠળ આવતા ચોલુરપાલ્યામાં રહેવા જતો રહ્યો.'

એક અઠવાડિયા પહેલા તેણે ભૂવનેશ્વરીને છૂટાછેડા માટે કાનૂની નોટીસ મોકલી હતી. વેસ્ટ ડિવિઝનના ડીસીપી એસ. ગિરીશે જણાવ્યું કે, આરોપી અગાઉ એક પ્રાઈવેટ આઈટી ફર્મમાં કામ કરતો હતો, પરંતુ છેલ્લા ચાર વર્ષથી બેરોજગાર હતો. આરોપી અને પીડિતા બન્ને તમિલનાડુના સેલમ જિલ્લાના રહેવાસી છે. હત્યાને અંજામ આપ્યા પછી બાલામુરૂગન મગાડી રોડ પોલીસ સ્ટેશન ગયો અને પોતાનો ગુનો કબુલ કરી લીધો. તેણે હથિયાર પણ પોલીસને સોંપી દીધું. પોલીસે બીએનએસ એક્ટની કલમ ૧૦૧ હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh