Advertisement
Author: નોબત સમાચાર

રાજસ્થાનના ગાઝીપુર સહિત ૧૫ ગામોમાં મહિલાઓ દ્વારા સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ

સામાજિક ૫ંચાયતનો વિવાદાસ્પદ નિર્ણય

                                                                                                                                                                                                      

જયપુર તા. ૨૩: રાજસ્થાનના ૧૫ ગામમાં મહિલાઓ માટે સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાતા રાજસ્થાનની એક સામાજિક પંચાયતનું લઘલખી ફરમાન વિવાદાસ્પદ બન્યું છે.

રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં એક સામાજિક પંચાયતના નિર્ણયના કારણે વિવાદ છંછેડાઈ ગયો છે. ઝાલોરના ચૌધરી સમાજની પંચાયતે એક મોટો નિર્ણય લેતા ૧૫ ગામોમાં તમામ યુવતીઓ માટે સ્માર્ટફોન (કેમેરાવાળા ફોન) વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશ મુજબ, કોઈ પણ મહિલા ૨૬ જાન્યુઆરી પછી ફક્ત બેઝિક મોબાઈલ ફોનનો જ ઉપયોગ કરી શકશે.

અહીંના ગાઝીપુર ગામમાં રવિવારે સુજનરામ ચૌધરીના અધ્યક્ષસ્થાને સમાજની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે નક્કી કરાયું કે આગામી ૨૬મી જાન્યુઆરીથી સમાજની દીકરીઓ અને પુત્રવધૂઓ સ્માર્ટફોનનો ઉપયોગ નહીં કરી શકે. આ નિયમ ઝાલોરના ગાઝીપુરા, પાવલી, કાલડા, મનોજિયાવાસ સહિત કુલ ૧૫ ગામને લાગુ પડશે.

મહિલાઓ લગ્ન પ્રસંગો, સામાજિક કાર્યક્રમો કે પડોશીના ઘરે જતી વખતે પણ સાથે મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. જો કોઈ મહિલાને વાત કરવી હોય તો તેને માત્ર બેઝિક કિ પેડ મોબાઈલ ફોન રાખવાની જ મંજૂરી મળશે. જો કે, અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ ઘરમાં અભ્યાસ માટે સ્માર્ટફોન વાપરી શકશે, પરંતુ ઘરની બહાર લઈ જઈ શકશે નહીં.

આ નિર્ણય પાછળ પંચાયતે વિચિત્ર તર્ક આપતા કહૃાું છે કે, અનેક મહિલાઓ કામમાં વ્યસ્ત રહેવા માટે બાળકોને સ્માર્ટફોન આપી દે છે, જેના કારણે બાળકોની આંખો પર ખરાબ અસર પડી રહી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના વધતા વળગણને સામાજિક મર્યાદા માટે જોખમી ગણાવીને આ પ્રતિબંધ લદાયો છે.

વિરોધના સૂર પણ ઉઠ્યા પંચાયતના આ નિર્ણયની સોશિયલ મીડિયા અને અન્ય સામાજિક વર્તુળોમાં આકરી ટીકા થઈ રહી છે. લોકો આને વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ અને 'તુગલકી ફરમાન' ગણાવી રહૃાા છે. આધુનિક યુગમાં જ્યાં ડિજિટલ ઈન્ડિયાની વાતો થઈ રહી છે, ત્યાં આવા પછાત નિર્ણયો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહૃાો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh