Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યોગ્ય સૂચના આપવાની તંત્રે ખાતરી આપી
સુરત તા. ૨૪: દસ્તાવેજની કિંમત ૩૦-૪૦% વધશે જેથી મિલકત ખરીદનારે રોડ-કોમન પ્લોટ પર સ્ટેમ્પ ડયુટી ચૂકવવી પડશે, તે પ્રકારના રાજ્ય સરકારના પરિપત્ર સાથે સુરતના વકીલોએ વાંધો ઉઠાવી પરિપત્ર રદ કરવા માંગ ઉઠાવી છે.
રાજ્ય સરકારે પહેલાં કાર્પેટ એરિયા, બિલ્ટઅપ એરિયા પછી હવે સુપર બિલ્ટઅપ એરિયા એટલે કે રોડ-રસ્તા, કોમન પ્લોટની જમીનો પર પણ સ્ટેમ્પ ડ્યુટી વસુલવાનો પરિપત્ર જાહેર કર્યો છે. આ નિર્ણયના કારણે એક મિલકતદારને દસ્તાવેજની કિંમતમાં ૩૦ થી ૪૦ ટકા વધારો થતો હોવાથી વકીલો દ્વારા આ નિર્ણય રદ કરવા માટે ગઈકાલે કલેક્ટર ઓફિસમાં રજુઆત કરવામાં આવી હતી.
સુરત શહેર સહિત રાજ્યમાં જેટલી પણ મિલકતોનું વેચાણ થાય તેના ક્ષેત્રફળના આધારે જંત્રીના દરો નક્કી કરીને સ્ટેમ્પ ડ્યુટી વસુલવામાં આવતી હતી. સૌથી પહેલાં કાર્પેટ એરિયા એટલે કે ફ્લેટ કે રૉ-હાઉસ બંગલાના માપ પ્રમાણે સ્ટેમ્પ ડયુટી વસુલવામાં આવતી હતી. ત્યારબાદ બિલ્ટઅપ એરિયા એટલે કે મિલકતમાં થયેલું બાંધકામ પર સ્ટેમ્પ ડ્યુટી વસુલવામાં આવી હતી. હવે રાજ્ય સરકારે સુપર બિલ્ટઅપ એરિયા કે જે સોસાયટી, ફ્લેટમાં રહો છો તે ફ્લેટના રોડ-રસ્તા કે કોમન પ્લોટનો પણ ઉપયોગ કરતા હોવાથી આ એરિયાને પણ ગણીને સ્ટેમ્પ ડ્યુટી વસુલવાનો પરિપત્ર જાહેર કર્યો છે.
આ પરિપત્રનો અમલ શરૂ થતા સુરત શહેરના વકીલોએ આજે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે આજથી અમલ શરૂ થતાં સુરત શહેરના વકીલોએ ગઈકાલે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે આજથી સુરત શહેરની સબ રજીસ્ટ્રાર કચેરીમાં આ પરિપત્રનો અમલ શરૂ થઈ ગયો છે. જેના કારણે સુપર બિલ્ટઅપ એરિયાનું પણ ક્ષેત્રફળ ગણીને સ્ટેમ્પ ડ્યુટી વસુલવાની શરૂઆત કરતા દસ્તાવેજની કિંમતમાં આશરે ૩૦ થી ૪૦ ટકાનો વધારો થાય છે. જે મિલકત ખરીદનારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે.
આથી આ પરિપત્રની અમલવારી રદ કે મોકૂફ રાખવા માંગ કરી હતી. આ રજુઆતને લઈને યોગ્ય સૂચના આપવાની ખાતરી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial